Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને

મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra) સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં 25 હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડના મામલામાં ED અને મુંબઈ પોલીસ સામ-સામે આવી ગયા છે. જેના લીધે નાયબ મુખ્યમંત્રી અજીત પવારની(Ajit Pawar)મુશ્કેલી વધી હતી. આ કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે EDએ આનો વિરોધ કર્યો છે અને હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે.

મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)એ મૂળ એફઆઈઆર દાખલ કરી હતી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી અજિત પવારને આરોપી તરીકે નામ આપ્યું હતું. પરંતુ EOW એ પાછળથી કહ્યું હતું કે કથિત કૌભાંડથી સહકારી બેંકને કોઈ નુકસાન થયું નથી.

સપ્ટેમ્બર 2020 માં કેસ બંધ કરવા માટે સૌપ્રથમ અરજી દાખલ

EOW એ ગુરુવારે દાખલ કરેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ED દ્વારા અગાઉ સાંસદો અને ધારાસભ્યોના કેસમાં સમાન હસ્તક્ષેપ અરજી દાખલ કરવામાં આવી હતી, જેને વિશેષ અદાલતે નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય એજન્સીએ આ જ મુદ્દાઓના આધારે નવી અરજી દાખલ કરી છે. EOW,જે કથિત કૌભાંડની તપાસ કરી રહી છે. તેણે સપ્ટેમ્બર 2020 માં કેસ બંધ કરવા માટે સૌપ્રથમ અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી હતી. પરંતુ તપાસ એજન્સીએ ઓક્ટોબર 2022માં કોર્ટને જાણ કરી હતી કે તે ફરિયાદી અને ED દ્વારા દાખલ કરવામાં આવેલી વાંધા અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વધુ તપાસ કરી રહી છે.

છેતરપિંડીથી બેંકને કોઈ નુકસાન થયું નથી

આ વર્ષે માર્ચમાં, EOW એ ફરીથી કેસ બંધ કરવા વિનંતી કરી હતી કે ‘કથિત છેતરપિંડીથી બેંકને કોઈ નુકસાન થયું નથી.’ સુપ્રીમ કોર્ટ તરફથી નિમણૂક કરાયેલા ન્યાયાધીશે તારણ કાઢ્યું હતું કે ખાંડ મિલોને આપવામાં આવેલી લોનના કારણે બેંક દ્વારા કોઈ અયોગ્ય નુકસાન થયું નથી અને બેંક કાયદાકીય રીતે ફેક્ટરીઓ પાસેથી રકમ વસૂલ કરી રહી છે.

Also Read –

સંબંધિત લેખો

Back to top button