એરલાઇન્સ સત્ર દરમ્યાન વધુ પડતાં ભાડાં વસૂલે છે: પૃથ્વીરાજ
નાગપુર: કૉંગ્રેસના ધારાસભ્ય પૃથ્વીરાજ ચવ્હાણે બુધવારે મહારાષ્ટ્ર સરકારને નાગપુર, જ્યાં રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યાંની ફ્લાઈટ્સ માટે એરલાઈન્સ દ્વારા ભારે ચાર્જ વસૂલવાનો મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવા જણાવ્યું હતું.
વિધાનસભામાં બોલતા, ચવ્હાણે જણાવ્યું હતું કે પહેલાં, એરલાઇન્સ તેની ટિકિટના ભાવમાં કેટલો વધારો કરી શકે છે તેની ટોચમર્યાદા હતી, પરંતુ ઉડ્ડયન મંત્રીએ આ મર્યાદા હટાવી દીધી છે અને એરલાઇન્સે વધુ પડતો ચાર્જ વસૂલવાનું શરૂ કરી દીધું છે. આ કટોકટીની પરિસ્થિતિઓનું બ્લેક માર્કેટિંગ છે. રાજ્ય સરકારે આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવવો જોઈએ. કૉંગ્રેસના ધારાસભ્ય અમીન પટેલે જણાવ્યું હતું કે નાગપુરની હોટલોએ દરો વધારી દીધા છે અને દરરોજ ૨૦૦૦૦ રૂપિયા વસૂલે છે.
ઓડિશામાં રેલવે દુર્ઘટના દરમિયાન એરલાઇન ટિકિટના દરો રૂ. ૫,૦૦૦ થી વધીને રૂ. ૭૦,૦૦૦ સુધી પહોંચી ગયા હતા. (પીટીઆઈ)