આમચી મુંબઈટોપ ન્યૂઝ

શું તમને ખબર છે વિમાનના ટિકિટના દરો કેમ વધી રહ્યાં છે? કારણ સાંભળી તમને પણ થશે આશ્ચર્ય

મુંબઇ: વિમાનની મુસાફરી એમ પણ એક લક્ઝરી ગણાય છે. જોકે હવે વિમાનના ટિકીટ દરોમાં થતાં વધારેએ મુસાફરોની ચિંતા વધી છે. ટિકીટના દરોમાં થઇ રહેલ વધારાનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. મે મહિનામાં ગો-ફર્સ્ટ કંપની બંધ થચા બાદ એક ઝટકામાં કંપનીના 56 વિમાન જમીન પર પડી રહ્યાં છે. અને હવે આનારા એકથી દોઢ મહિનામાં ઇંડિગોના પણ 80 વિમાન ટેક્નીકલ કારણોસર પડ્યાં રહેશે તેવા સંકેત મળી રહ્યાં છે.

જોકે બંધ વિમાનોની સંખ્યા માત્ર આટલી જ નથી. જો આપડે બંધ વિમાનોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે સંખ્યા 164 પર પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. દેશના કુલ 750 વિમાનોમાંથી 164 વિમાનો બંધ થવાથી અન્ય વિમાનો પર તેનું ભારણ આવ્યું છે. પરિણામે વિમાન દ્વારા મુસાફરી દરોમાં પણ વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં બંધ પડેલાં વિમાનોમાંથી સૌથી વધુ વિમાન દિલ્હી એરપોર્ટ પર પડ્યા છે. જેની સંખ્યા 64 છે. ત્યાર બાદ બેંગલુરુ એરપોર્ટ પર 20 વિમાન પડી રહ્યાં છે. મુંબઇ એરપોર્ટ પર પણ 24 વિમાનો વણપરાયેલા પડ્યાં છે. આજની તારીખે મુંબઇ એરપોર્ટ પર ગો-ફર્સ્ટના 9, જેટ એરવેઝના 6, એર ઇન્ડિયાના 4, સ્પાઇસ જેટનું 1 જ્યારે જનરલ એવીએશન કંપનીના 4 વિમાનો ઠપ્પ થયા છે.


મુંબઇ ઉપરાંત અમદાવાદ, ભૂવનેશ્વર, કોચીન, ગોવા-મોપા, હૈદરાબાદ, જયપૂર, કોલકત્તા, નાગપૂર, રાયપૂરમાં પણ કેટલાંક વિમાનો ધૂળ ખાતા પડ્યાં છે. આ વિમાનો બંધ થતાં કંપનીઓને બંને બાજુથી નુકસાન
ભોગવવું પડી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button