શનિ-રવિ મરીન ડ્રાઇવ પર ઍર શૉ
ટ્રાફિકમાં ફેરફાર, વૈકલ્પિક માર્ગો લેવાની સલાહ
અદ્ભુત… ભારતીય હવાઇદળ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ઍર શૉની રિહસર્લ ચાલી રહી છે. શનિવાર અને રવિવારે મરીન ડ્રાઇવ ખાતે બપોરે ૧૨ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી ઍર શૉમાં એરફોર્સ અદ્ભુત કવાયત રજૂ કરશે. (અમય ખરાડે)
મુંબઈ: ૧૩ અને ૧૪ જાન્યુઆરીના રોજ મુંબઈ એર શો ૨૦૨૪ મરીન ડ્રાઈવ ખાતે થવાનો હોવાથી શહેરની ટ્રાફિક પોલીસે સપ્તાહના અંત માટે દક્ષિણ મુંબઈમાં માર્ગ પ્રતિબંધોની જાહેરાત કરી છે. બન્ને દિવસ સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે.
એનએસ રોડ (નોર્થ બાઉન્ડ): એનસીપીએ, ગિરગામ ચોપાટી સુધી રસ્તો બંધ
વૈકલ્પિક માર્ગ: રામનાથ પોદ્દાર ચોક (ગોદરેજ જંકશન), મહર્ષિ કર્વે રોડ-અહિલ્યાબાઈ હોલકર ચોક (ચર્ચગેટ જંકશન)- મરીન લાઈન્સ-ચર્ની રોડ-ઓપેરા હાઉસ
એનએસ રોડ (દક્ષિણ બાઉન્ડ): ગિરગામ ચોપાટીથી એનસીપીએ, હુતાત્મા રાજગુરુ ચોક (મંત્રાલય જંકશન) સુધી બંધ.
વૈકલ્પિક માર્ગ: આરટીઆઈ જંકશન-એનએસ પાટકર માર્ગ-પંડિત પલુસ્કર ચોક-એસવીપી રોડ
વીર નરીમાન રોડ: અહલ્યાબાઈ હોલકર ચોકથી કિલાચંદ ચોક (સુંદર મહેલ જંકશન) સુધી બંધ
વૈકલ્પિક માર્ગ: અહલ્યાબાઈ હોલકર ચોક-મરીન લાઈન્સ-ચર્ની રોડ-ઓપેરા હાઉસ
બેરિસ્ટર રજની પટેલ માર્ગ: ફ્રી પ્રેસ જંકશનથી એનએસ રોડ સુધી (સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી વાહનોને બાદ કરતાં) બંધ.
વિનય કે. શાહ માર્ગ: જમનાલાલ બજાજ માર્ગથી મુરલી દેવરા ચોક-એનએસ રોડ સુધીની ઉત્તર તરફ (સ્થાનિક રહેવાસીઓ અને ઇમરજન્સી વાહનોને બાદ કરતાં)
નો – પાર્કિંગ
નીચેના રસ્તાઓ પર ૧૩ જાન્યુ.ના રોજ સવારે સાત વાગ્યાથી ૧૪ જાન્યુઆરીએ બપોરે ત્રણ વાગ્યા સુધી પાર્કિંગ ઉપલબ્ધ રહેશે નહીં: એનએસ રોડ, બેરિસ્ટર રજની પટેલ માર્ગ, મેડમ કામા રોડ, રામનાથ ગોએન્કા માર્ગ, દિનશા વાચ્છા રોડ, વીર નરીમન રોડ, મહર્ષિ કર્વે રોડ, વિનય કે શાહ રોડ, જમનાલાલ બજાજ માર્ગ, ફ્રી પ્રેસ જર્નલ રોડ.