આમચી મુંબઈ

મુંબઇ-પુણેમાં હવાની ગુણવત્તાનું સ્તર સુધર્યું: માવઠાને કારણે સમાધાનકારક શ્રેણીમાં

મુંબઇ: મુંબઇ અને પુણેમાં હાલ હવાની ગુણવત્તાનું સ્તર સુધર્યું હોવાની જાણકારી મળી રહી છે. ગઇ કાલે મુંબઇસહિત ઉપનગરોમાં અને પુણેના કેટલાંક વિસ્તારોમાં વરસેલો કમોસમી વરસાદ ફાયદાકારક રહ્યો છે. ગઇ કાલે મુબંઇ-પુણેમાં વરસેલા વરસાદને કારણે હવાની ગુણવત્તાનું સ્તર સમાધાનકારક શ્રેણીમાં આવી ગયું છે. હાલમાં મુંબઇનો એર ક્વાલિટી ઇન્ડેક્સ ૯૪ જ્યારે પુણેનો ૮૨ છે.
પાછલાં અનેક દિવસોથી મુંબઇ અને પુણેની હવાની ગુણવત્તા મોડરેટ શ્રેણીમાં હતી. જેને કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થઇ રહી હતી. મુંબઇનું વાયુ પ્રદૂષણ ઓછું કરવા માચે મહાપાલિકા અને એમપીસીબી દ્વારા વિવિધ ઉપાયો કરવામાં આવ્યા હતાં. તેની પણ હવાની ગુણવત્તામાં આવેલ સુધારા પર મોટી અસર છે. આગામી ૪૮ કલાક મુંબઇની હવાની ગુણવત્તામાં સુધારો દેખાશે. જોકે ત્યાર બાદ ફરી એકવાર પ્રદૂષીત વાતાવરણ જોવા મળી શકે છે. એવી શક્યતાઓ એક્સપર્ટે વ્યક્ત કરી છે.
મુંબઇમાં વરસાદે અચાનક હાજરી પુરાવી હતી. પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, મુલુંડ, ગોવંડી જેવા અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો હતો. આ વરસાદને કારણે મુંબઇગરાને હેરાન થવું પડ્યું હતું. લગભગ અડધો કલાક જોરદાર વરસાદ થયો હતો. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button