આમચી મુંબઈ

આરોગ્યને લગતી સમસ્યાઓ વધતા 60 ટકા મુંબઇગરા શહેર છોડવાનું વિચારી રહ્યાં છે….

મુંબઇ: વધતાં પ્રદૂષણને કારણે આરોગ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી મુંબઇ અને દિલ્હીના 10માંથી 6 લોકો એટલે કે 60 ટકા લોકો શહેરથી દૂર સ્થળાંતર કરવાનું વિચારી રહ્યાં છે. આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડનાર એક ખાનગી કંપની દ્વારા મુંબઇ અને દિલ્હીના ચાર હજાર લોકો સાથે ચર્ચા કરતાં આ વિગતો જાણવા મળી છે.

પ્રદૂષણને કારણે અનેક લોકોના આરોગ્ય પર તેની માઠી અસર થતી હોવાની વિગતો સર્વેમાં જાણવા મળી છે. ઉપરાંત સવારના સમયે પ્રદૂષણને કારણે વ્યાયામ પણ થઇ ન શકતો હોવાનું લોકોએ જણાવ્યું હતું. જેનો આરોગ્ય અને જીવનશૈલી પર વિપરીત પરિણામ થઇ રહ્યો છે તેવી જાણકારી સર્વેમાંથી પ્રાપ્ત થઇ છે.


આ સર્વેમાં ભાગ લેનારા 10માંથી 9 લોકોએ પ્રદૂષણને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી, ગળામાં દુ:ખાવો તથા આંખોમાંથી પાણી નીકળવા જેવી તકલીફો થતી હોવાનું જણાવ્યું હતું. હવાની ગુણવત્તા નીચી જતાં શિયાળામાં આ તકલીફો વધુ થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.


શિયાળામાં અસ્થમાની તકલીફ વધતી હોવાનું 40 ટકા લોકોએ જણાવ્યું હતું. તેમને છેલ્લાં કેટલાંક વર્ષોથી આરોગ્યને લગતી તકલીફોનો સમાનો કરવો પડતો હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ વધી રહેલાં પ્રદૂષણને કારણે લોકોની જીવનશૈલી પણ બદલાઇ ગઇ છે. 35 ટકા લોકોએ મોર્નીંગ વોક અને સવારે કસરત કરવાનું બંધ કરી દીધુ છે. તથા 30 ટકા લોકોએ નિયમીત માસ્કનો ઉપયોગ કરતાં હોવાનું જણાવ્યું હતું.


દિલ્હી અને મુંબઇમાં 27 ટકા લોકો એર પ્યુરિફાયર વાપરવા લાગ્યા છે. જોકે તેની પ્રતિકાર ક્ષમતા ઓછી હોવાનું 43 ટકા લોકોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker