આમચી મુંબઈ

પવઈમાં ઍર હોસ્ટેસની હત્યા, આરોપીનો પોલીસ લૉકઅપમાં આપઘાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પવઈમાં ફ્લૅટમાં ઘૂસી ચાકુથી ગળું ચીરીને ઍર હોસ્ટેસ રૂપલ ઓગરે (૨૪)ની કરપીણ હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ લૉકઅપમાં કથિત ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઍર હોસ્ટેસની હત્યાના કેસમાં પવઈ પોલીસે સોસાયટીના સફાઈ કર્મચારી વિક્રમ અથવાલ (૪૦)ની ધરપકડ કરી હતી. કોર્ટે તેને શુક્રવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. કસ્ટડી પૂરી થતી હોવાથી શુક્રવારે ફરી કોર્ટ સમક્ષ હાજર કરવાના પહેલાં જ અથવાલે અંતિમ પગલું ભર્યું હતું.
અથવાલને અંધેરી પોલીસ સ્ટેશનના લૉકઅપમાં રાખવામાં આવ્યો હતો. સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ તે ટૉઈલેટમાં ગયો હતો.
ટૉઈલેટના નળ સાથે પોતાની પૅન્ટ બાંધી અથવાલે કથિત આત્મહત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ માટે
તેના મૃતદેહને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. ઘટનાની નોંધ કરી અંધેરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
છત્તીસગઢમાં રહેતી રૂપલ ટ્રેનિંગ માટે એપ્રિલમાં મુંબઈ આવી હતી અને પવઈના અશોક નગર સ્થિત એન. જી. કોમ્પ્લેક્સમાં રહેતી હતી. રવિવારે રાતે રૂપલનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. ગળું ચીરી તેની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે પવઈ સ્થિત નિવાસસ્થાનેથી આરોપીની ધરપકડ કરી હતી. તેણે આપેલી માહિતી પરથી એન. જી. કોમ્પ્લેક્સ પાછળનાં ઝાડીઝાંખરાંમાંથી ગુનામાં વપરાયેલું ચાકુ અને ગુનો આચરતી વખતે આરોપીએ પહેરેલાં કપડાં હસ્તગત કર્યાં હતાં. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત