આમચી મુંબઈ

ઓનલાઈન ગેમ અને ઘોડાની રેસથી 700 કરોડ કમાવાનું લક્ષ્ય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ઓનલાઈન ગેમિંગ, તેની સાથે સંકળાયેલા ઉદ્યોગો તેમ જ બેટિંગ, કેસિનો અને ઘોડાની રેસ જેવા માધ્યમથી વધારાના રૂ. 700 કરોડ એકઠા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. તાજેતરમાં આયોજિત રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્રમાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (અમેન્ડમેન્ટ) એક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન ગેમિંગ અને સંબંધિત ક્ષેત્રો પર જીએસટી વધારીને 28 ટકા
કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ એક અત્યંત વ્યાપક કાયદો છે અને જેમાં વિદેશી આઈપી એડે્રસનો ઉપયોગ કરીને ટેક્સચોરી કરનારા સામે કાર્યવાહી કરવાની અને તેમના આઈપી એડે્રસ બ્લોક કરવા સુધીની સત્તા મળી છે.
રાજ્ય સરકાર એવો અંદાજ રાખે છે કે આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં 30 ટકાનો વધારો થશે. આવા પોર્ટલ પર વધુ વેરા લાદીને તેમ જ આકરી કાર્યવાહી કરવામાં આવશે તો 15-35 વર્ષના યુવાનો આવી રમતોથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
જીએસટી વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે જીએસટી વધારીને 28 ટકા કરવાની સાથે જ એન્ફોર્સમેન્ટને કડક બનાવવાથી ટેક્સચોરીમાં ઘટાડો થશે. કાયદામાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાને કારણે સત્તાવાળાઓને આર્થિક જવાબદારીથી બચવા માગનારા સામે કાર્યવાહી કરવાનો અધિકાર મળે છે. આનાથી મહેસુલી આવક વધારવાનો એક હેતુ પાર પડશે તેમ જ આ ઉદ્યોગને કાયદાના ચોકઠામાં યોગ્ય રીતે કામ કરવાની ફરજ પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા