અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક ઘાયલ | મુંબઈ સમાચાર

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક ઘાયલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના માત્ર નવ મિનિટ પછી ક્રેશ થયું હતું. એવું જાણવા મળ્યું છે કે સાંસદ સુનીલ તટકરેના સંબંધી અપર્ણા મહાડિક પણ આ વિમાનમાં ક્રૂ મેમ્બર હતા. અપર્ણા મહાડિક સુનીલ તટકરેની બહેનની પુત્રવધૂ હતી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના પ્રદેશ પ્રમુખ અને રાયગઢના સાંસદ સુનીલ તટકરેના ભાણેજ અમોલ મહાડિકની પત્ની અપર્ણા મહાડિક એર ઇન્ડિયાના વિમાનમાં ક્રૂ મેમ્બર તરીકે કામ કરતી હતી. એવું જાણવા મળ્યું છે કે તેમના પતિ અમોલ પણ એર ઇન્ડિયામાં પાઇલટ તરીકે કામ કરે છે.

આપણ વાંચો: અમેરિકામાં વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પ્રવાસી ભારતીય મહિલા સામેલઃ દોઢ વર્ષ અગાઉ થયા હતા લગ્ન…

અપર્ણા મહાડિક મારી નાની બહેનની પુત્રવધુ છે. તેનો પરિવાર ગોરેગાંવમાં રહે છે એમ તટકરેએ જણાવ્યું હતું.
ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 232 મુસાફરો, બે પાઇલટ અને 10 ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા.

આમાંથી 169 મુસાફરો ભારતીય નાગરિક હતા. જ્યારે 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં તમામ 242 મુસાફરોના મોત થયા છે. સરકારે હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક જાહેર કર્યો નથી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button