આમચી મુંબઈ

કાંદાના વેપારીઓને ત્રણ દિવસનું કૃષિ પ્રધાનનું અલ્ટિમેટમ

…તો મુંબઇના વેપારીઓ મેદાનમાં ઊતરશે

મુંબઈ: નાસિક જિલ્લાના એપીએમસી કાંદાના વેપારીઓની હડતાલને સમાપ્ત કરવા માટે, સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મોડી રાત સુધી પ્રધાનો, વેપારીઓ, અધિકારીઓની બેઠક ચાલી હતી, પરંતુ કોઈ ઉકેલ મળ્યો ન હતો. વેપારીઓ હડતાળ ચાલુ રાખવા પર અડગ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હરાજીમાં ભાગ લેશે નહીં. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે વેપારીઓને આશ્ર્વાસન આપ્યું હતું, પરંતુ તેઓ માન્યા ન હતા. હવે ૨૯ સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવવામાં આવી છે.

આ પહેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે હડતાળ ખતમ કરવા માટે બેઠક કરી હતી, પરંતુ તેમને સફળતા મળી ન હતી. તેમણે વેપારીઓને હડતાળ સમાપ્ત કરવા અનુરોધ કર્યો હતો. ઉકેલ શોધવા માટે સાંજે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે સહ્યાદ્રી નિવાસ ખાતે બેઠક પણ યોજાઈ હતી. નાસિક જિલ્લાના ૫૦૦થી વધુ કાંદાના વેપારીઓ ૧૯મી સપ્ટેમ્બરથી હડતાળ પર છે. અજિત પવારે મંગળવારે બેઠક બોલાવી હતી. બેઠકમાં જ પવારે ગોયલને બોલાવ્યા, જેના પર સાંજે સાત વાગ્યે સહ્યાદ્રી નિવાસમાં તમામ સંબંધિત પક્ષો સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું. બીજી તરફ કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારે હડતાળ કરનારા વેપારીઓને ત્રણ દિવસમાં હડતાળ સમાપ્ત કરવાની ચેતવણી આપી હતી, નહીં તો તેઓ મુંબઈના વેપારીઓને ખરીદી માટે મેદાનમાં ઉતારશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button