આમચી મુંબઈ

દક્ષિણ મુંબઈ બાદ હવે ઉપનગરોમાં પણ દોડશે એસી ડબલડેકર ઈ-બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના ઉપનગરમાં પણ એસી ડબલડેકર ઈ-બસ દોડાવવાની પ્રવાસીઓ લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા. છેવટે બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટે (બેસ્ટ) હવે ઉપનગરમાં પણ એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. જાહેરાત મુજબ મંગળવાર, ૨૮ નવેમ્બરથી ૧૦ નવી એસી બસ બાંદ્રાથી કુર્લા સ્ટેશન વચ્ચે ચાલુ કરવામાં આવી છે.
મુંબઈના નાગરિકોની સુવિધાને
ધ્યાનમાં રાખીને બેસ્ટ ઉપક્રમ દ્વારા ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૩થી ઍરકંડિશન્ડ ડબલડેકર ઈ-બસ દોડાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હાલ બેસ્ટ ઉપક્રમના કાફલામાં કુલ ૪૯ ઈલેક્ટ્રિક ડબલડેકર એસી બસ છે, તેમાંથી ૨૫ બસ દક્ષિણ મુંબઈમાં દોડાવવામાં આવે છે.

દક્ષિણ મુંબઈ બાદ હવે બેસ્ટ ઉપક્રમે ઉપનગરમાં પણ એસી ડબલડેકર બસ દોડાવવાનો નિર્ણય લીધો છે, તે મુજબ મંગળવાર, ૨૮ નવેમ્બરથી કુર્લા (પશ્ર્ચિમ) સ્ટેશનથી બાંદ્રા બસ ટર્મિનસ વચ્ચે ૧૦ બસ દોડાવવાની છે, તેને કારણે કુર્લાથી લઈને દરરોજ બીકેસી જતા પ્રવાસીઓને ફાયદો થશે.
નવી એસી ઈ-બસથી સંપૂર્ણ રીતે પર્યાવરણપૂરક છે. આ બસને કારણે કોઈ પણ પ્રકારનું વાયુ પ્રદૂષણ થતું નથી. ઈ-બસમાં આગળ અને પાછળ બંને તરફ ઓટોમેટિક દરવાજા હોવાથી પ્રવાસીઓને મોટી સુવિધા રહે છે. પ્રવાસીઓને મોબાઈલ ચાર્જિંગની પણ સુવિધા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button