આમચી મુંબઈમહારાષ્ટ્ર

Fadanvis VS Deshmukh: કોના પુરાવા સાચા? ફડણવીસના કે દેશમુખના, કોણ પહેલા કરશે જાહેર?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ઉદ્ધવ-આદિત્ય ઠાકરે અને અજિત પવારને ફસાવવા માટે ફડણવીસ દબાણ કરતા હોવાનો આરોપ ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કર્યો ત્યારબાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. જોકે આ દરમિયાન પુરાવાઓની રમત શરૂ થઇ છે. એકબાજુ ફડણવીસે તેમની પાસે દેશમુખ વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો છે ત્યારે બીજી બાજુ પત્રકાર પરિષદ દરમિયાન દેશમુખ પોતાના હાથમાં એક પેન ડ્રાઇવ બતાવી હતી. આ પેન ડ્રાઇવમાં તેમની પાસે ફડણવીસ વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: Fadanvis VS Deshmukh: અનિલ દેશમુખનો ફડણવીસને પડકાર, પુરાવા જાહેર કરો

ફડણવીસ અને દેશમુખ દ્વારા તેમના પાસે એકબીજા વિરુદ્ધ પુરાવા હોવાના દાવા થઇ રહ્યા છે ત્યારે એવા પ્રશ્ર્ન પણ પૂછવામાં આવી રહ્યા છે કે જ્યારે તેમની પાસે પુરાવા છે તે તે જાહેર કેમ નથી કરવામાં આવી રહ્યા. જો પુરાવા જાહેર થાય તો કોના આરોપ સાચા છે અને કોના આરોપ ખોટા તે સ્પષ્ટ થઇ જાય અને જો કોઇના વિરુદ્ધ ગંભીર પુરાવા મળી આવે તો કાર્યવાહી પણ થઇ શકે.

બીજો પ્રશ્ર્ન એ પણ પૂછાઇ રહ્યો છે કે જો પુરાવા પાસે હોય તો પછી આ મુદ્દો ઉઠાવવા માટે બેથી ત્રણ વર્ષની રાહ શા માટે જોવામાં આવી અને વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે જ આ મુદ્દો કેમ ચગાવવામાં આવ્યો?

આ પણ વાંચો: Assembly Elections: લખીને રાખો, મહારાષ્ટ્રમાં મહાયુતિ જ: ફડણવીસ

ઉલ્લેખનીય છે કે પત્રકાર પરિષદમાં દેશમુખ તેમની પાસે રહેલી પેન ડ્રાઇવમાં ફડણવીસે પોતાને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અજિત પવારને ફસાવવા સોગંદનામા પર સહી કરવા દબાણ કર્યું તેનો વીડિયો હોવાનો દાવો કર્યો હતો. પોતે પુરાવા વિના કોઇ વાત ન કહેતા હોવાનું પણ દેશમુખ કહ્યું હતું.

દેશમુખ પોતાની પેન ડ્રાઇવમાં ફડણવીસે તેમને અજિત પવાર ગુટખા ઇન્ડસ્ટ્રી પાસેથી પૈસા વસલૂતા હોવાનું કબૂલ કરવા, આદિત્ય ઠાકરેએ દિશા સાલિયાન પર બળાત્કાર ગુજારી તેને બાલકનીમાંથી નીચે ફેંકી તેની હત્યા કરી અને ઉદ્ધવ ઠાકરેએ 100 કરોડ રૂપિયાની ખંડણી વસૂલી તેવા સોગંદનામા પર સહી કરવા કહ્યું હોવાનો વીડિયો હોવાનો દાવો કર્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ