અટલ સેતુ પાર કર્યા બાદ પ્રવાસીઓને સહન કરવો પડશે ટ્રાફિક જામ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અટલ સેતુ પાર કર્યા બાદ પ્રવાસીઓને સહન કરવો પડશે ટ્રાફિક જામ

મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો ખ્યાલ ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે તે ખ્યાલ વાસ્તવિકતામાં પરિવર્તિત થઇ ગયો. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવાશેવા બ્રિજનું ઉદ્ઘાટન થયું. આ પુલના નિર્માણ માટે ૧૭,૮૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જો કે અટલ સેતુ શરૂ થયા પછી પણ મુસાફરોની મુશ્કેલી તો ચાલુ જ રહેશે. આ પુલને કારણે નવી મુંબઈ જતા મુસાફરો વધુ ઝડપે શિવડી પહોંચશે. પરંતુ પછી તેમને તેમના ઇચ્છિત મુકામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ પુલને જોડતા પ્રોજેક્ટનું કામ હજુ અધુરું છે.

એમએમઆરડીએ દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક શિવડી-વરલી કનેક્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી શિવડી આવતા વાહનોને સરળ ગતિએ ઉપનગરોમાં પહોંચી શકાય. પરંતુ આ બાંધકામ હજુ ૬૫ ટકા પૂર્ણ થયું છે. કનેક્ટરનું કામ પૂર્ણ થતાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગશે. હાલમાં કનેક્ટર તૈયાર ન હોવાથી નવી મુંબઈથી આવતા અને ઉપનગરો તરફ જતા વાહનોને દક્ષિણ મુંબઈના માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં મુંબઈ પહોંચી શકાય છે. પરંતુ શિવડીથી ઉપનગરો સુધી પહોંચવામાં ૩૦થી ૪૦ મિનિટ લાગી શકે છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકથી આવતા વાહનોને સમાન ઝડપે વરલી પહોંચવા માટે ૪.૫ કિમી લાંબો અને ૧૭.૨૦ મીટર પહોળા કનેક્ટરનું કામ ચાલુ છે. તે આવતા વર્ષે પૂર્ણ થશે, ત્યાં સુધી ટ્રાફીક જામ રહેશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button