આમચી મુંબઈ

૩૦ મહિના બાદ લકઝરી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી પ્રવાસીઓની સેવામાં

મોજ: દેશની રોયલ ટ્રેન પૈકીની એક ડેક્કન ઓડિસી ટ્રેનને વિધિવત રીતે ફરી ચાલુ કરવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, ટ્રેનમાં પોલીસના જવાનો કેરમ રમીને મોજ કરતા જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકોએ સેલ્ફી લઈને વધાવી હતી. (અમય ખરાડે)

મુંબઈ: મહારાષ્ટ્ર અને દેશને ગૌરવ અપાવનારી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. ૨૦૨૦માં કોરોના મહામારી પછી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આ ટ્રેનને પણ બંધ દેવામાં આવી હતી. લગભગ ૩૦ મહિના પછી ડેક્કન ઓડિસી ટ્રેનને શરૂ કરવામાં આવી રહી છે, જેથી આગામી દિવસોમાં પ્રવાસીઓને વધુ એક લકઝરી ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ ટ્રેન ખાસ કરીને લકઝરી મુસાફરી માટે જાણીતી છે. આ ટ્રેનમાં મુસાફરી કરનારા પર્યટકોને ૧૬મી સદીના રાજાઓની શાહી જીવનશૈલીનો અનુભવ થશે. સત્તાવાર રીતે આજે ફરી આ રોયલ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર અને પ્રધાન ગિરીશ મહાજન આ પ્રસંગે હાજર હતા.
અહીં હાજર રહેલા ગિરીશ મહાજને કહ્યું હતું કે હવે આ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે સારી બાબત છે. હું દરેકને કહેવા માગું છું કે દરેક વ્યક્તિએ આ ટ્રેનમાં એકવાર ચોક્કસપણે મુસાફરી કરવી જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.જ્યારે લક્ઝરી ટ્રેન ડેક્કન ઓડિસી ફરી શરૂ કરવામાં આવી ત્યારે આ ટ્રેનના જનરલ મેનેજર સિમરપાલ સિંહે કહ્યું હતું કે આ ટ્રેનમાં દરેક પ્રકારની સુવિધા છે. પર્યટકને તેનો અનુભવ કર્યા પછી આ ટ્રેનની સુવિધા જીવનભર યાદ રહી જશે. આ ટ્રેનમાં લક્ઝરી બેડ લગાવવામાં આવ્યા છે. આ સિવાય ટ્રેનમાં રોયલ રેસ્ટોરાં અને બાર છે, જે અલગ અલગ થીમ પર બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમટીડીસી) દ્વારા સંચાલિત ડેક્કન ઓડિસી મહારાષ્ટ્રમાં સાત નાઈટ અને આઠ દિવસની ટૂર કરાવે છે, જેમાં ઓન બોર્ડ અને ઓફ બોર્ડ પણ સુવિધા પૂરી પાડવામાં
આવે છે. હાલમાં નવી કંપનીની નિમણૂક કરી છે, જ્યારે આગામી વર્ષની શરૂઆતમાં સર્વિસ ફરી કર્યા પહેલા ટ્રેનની રેકનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલમાં પાંચ રોયલ ટ્રેન છે, જેમાં ગોલ્ડન ચેરિયટ, રોયલ રાજસ્થાન ઓન વ્હિલ્સ, પેલેસ ઓન વ્હિલ્સ, મહારાજા એક્સપ્રેસ અને ડેક્કન ઓડિસીનો સમાવેશ થાય છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button