આમચી મુંબઈ

સુધરાઈનો અજબ કારભાર કરદાતાઓને હજી સુધારેલા પ્રોપર્ટી ટેક્સના બિલ મળ્યા નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તિજોરીમાં પ્રોપર્ટી ટેક્સ મહત્ત્વનો ભાગ ભજવે છે, છતાં પાલિકાએ હજી સુધી કરદાતાઓને સુધારેલા પ્રોવિઝનલ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલ્યા નથી. તેથી નાગરિકો પોતાના બિલ ભરી શક્યા નથી.

કોઈ નાના રાજ્યના બજેટ કરતા પણ મોટું બજેટ ધરાવતી મુંબઈ મહાનગરપાલિકા આવતા અઠવાડિયામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પોતાનું બજેટ રજૂ કરવાની છે ત્યારે નાગરિકોને પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલવામાં વિલંબ થઈ રહ્યો છે. તેથી પાલિકા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પોતાના પ્રોપર્ટી ટેક્સના લક્ષ્યાંકને પૂરો કરવામાં સફળ થાય એવી શક્યતા જણાતી નથી. નોંધનીય છે કે પ્રોપર્ટી ટેક્સ પાલિકાની તિજોરીમાં લગભગ ૨૪ ટકાનું યોગદાન આપે છે.

પાલિકાએ ડિસેમ્બર, ૨૦૨૩માં ૨૦ ટકા વધારા સાથે સિક્યોરિટી/એડ હોક બિલ મોકલ્યા હતા. અગાઉના પ્રોપર્ટી ટેક્સની વસૂલીમાં રહેલી કાયદાકીય જટિલતાને કારણે નવ મહિનાના વિલંબ બાદ પાલિકાએ આ બિલ ડિસેમ્બરમાં કરદાતાઓને મોકલ્યા હતા. જોકે એડ-હોક બિલ મોકલી પાલિકા નાગરિકો પર વધારાનો નાણાકીય બોજ નાખી રહી હોવાનો આક્ષેપ ભૂતપૂર્વ નગરસેવકોએ અને નાગરિકોએ કર્યો હતો. તેને કારણે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે સ્પષ્ટતા કરવી પડી હતી કે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. સુધારેલા બિલ મોકલવામાં આવશે. ત્યારબાદ પાલિકાએ ૧૫થી ૨૦ ટકા વધારા સાથેના મોકલેલા બિલ પાછા ખેંચી લીધા હતા. જે કરદાતાઓના બિલ સીધા બેંકમાંથી પાલિકાના ખાતામાં જમા થયા હતા, તેમને હવે નવા બિલ ગયા વર્ષના દર સાથે જનરેટ કરીને મોકલવામાં આવશે અને વસૂલવામાં આવેલી વધારાની રકમ ખાતામાં જમા કરવમાં આવશે અને ભવિષ્યના બિલમાં એડજસ્ટ કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

આ દરમિયાન બિલ મોકલવામાં થયેલા વિલંબને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં પાલિકાની આવકને ફટકો પડ્યો છે. પ્રોપર્ટી ટેક્સ પાલિકાની આવકનો બીજો મુખ્ય સ્રોત છે. પાલિકાને છેલ્લા બે વર્ષમાં આવકમાં મોટો ઘટાડો થયો છે. ૫૦૦ ચોરસ ફૂટ સુધીની રહેણાંક મિલકતને પ્રોપર્ટી ટેક્સમાં આપવામાં આવેલી રાહતને કારણે પાલિકાને ૪૬૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એ ઉપરાંત ૨૦૨૦-૨૧માં કરમાં જે સુધારો થવાનો હતો, તે કોરોના મહામારીને પગલે મોકુફ રાખવામાં આવ્યો હતો, જે ૨૦૨૩ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો. તેને કારણે આવકમાં ૧,૦૮૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ