સ્લમ વિસ્તારોમાં સસ્તી ભાવે સેનિટરી નેપકિનનો પુરવઠો, નિકાલ માટે 200 મશીનો
મહાનગરપાલિકાનો મોટો નિર્ણય
મુંબઈ : ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને વાજબી ભાવે સેનિટરી નેપકિન ઉપલબ્ધ કરાવવા અને ઉપયોગમાં લેવાતા પેડ્સનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે, મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં જાહેર શૌચાલયોમાં ‘સેનિટરી નેપકિન વેન્ડિંગ-ઈન્સિનરેટર કોમ્બો મશીન’ની લગાવવાનું નક્કી કર્યું છે. જેમાં સ્લમ વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેર અને ઉપનગરોના 13 વહીવટી વિભાગોમાં વિવિધ શૌચાલયોમાં 200 મશીનો લગાવવામાં આવ્યા છે.
મુંબઈમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, બુદ્ધિજીવીઓ, જનપ્રતિનિધિઓ સહિત સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઘણા વર્ષોથી જાહેર શૌચાલયોમાં સેનિટરી નેપકીન વેન્ડિંગ મશીનો મૂકવાની માંગ કરી રહ્યા છે. હવે આ જરૂરિયાતને ઓળખીને મ્યુનિસિપલ કોર્પોરેશને માસિક આરોગ્ય અને સ્વચ્છતા વ્યવસ્થાપન માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્વચ્છતા યોજનાને અનુરૂપ દરેક વોર્ડમાં ‘કોમ્બો સેનેટરી નેપકીન વેન્ડિંગ-ઇન્સિનરેટર મશીન’ લગાવવાની મહત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર ચંદા જાધવના જણાવ્યા અનુસાર, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ઝૂંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ મહિલાઓને વાજબી ભાવે સેનિટરી નેપ્કિન્સ પૂરો પાડવાનો અને વપરાયેલ નેપકિનનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે.
મુંબઈમાં કુલ 8,286 જાહેર શૌચાલય છે જેમાં 3,254 મ્યુનિસિપલ, 3,659 મહાડા, 772 પે એન્ડ યુઝ અને 601 અન્ય જાહેર શૌચાલય છે. તેમાંથી, આ મશીનો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લગાવવામાં આવી રહ્યા છે. આ મશીનોનું સંચાલન અને તેમાં સમયાંતરે નેપકીન ભરવાની કામગીરી કોન્ટ્રાક્ટરના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. ઘરેલુ સેનિટરી પેડ્સ અને ડાયપરને મેડિકલ વેસ્ટ ગણવામાં આવે છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દરેક વહીવટી વિભાગમાં સેનેટરી પેડનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે એકમો લગાવવામાં આવી રહ્યા છે. જાહેર આરોગ્યની દૃષ્ટિએ આ કચરાનો અલગથી નિકાલ કરવો જરૂરી છે. ડેપ્યુટી કમિશ