આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસને આદિત્ય ઠાકરેએ પત્ર લખીને શહેરમાંથી પોસ્ટર્સ હટાવવા શા માટે કહ્યું? જાણો કારણ…

મુંબઈઃ શિવસેના (ઠાકરે જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને મુંબઈમાં રાજકીય પક્ષો અને નેતાઓના પોસ્ટર, બેનર્સ અને હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
આદિત્ય ઠાકરેએ સીએમને લખેલા પત્રમાં કહ્યું છે કે આવા પોસ્ટરોને કારણે શહેરની સુંદરતા બગડે છે અને તે જોઈને દુઃખ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે બીએમસી વિપક્ષી પાર્ટીઓના પોસ્ટરો હટાવી રહી છે, પરંતુ શાસક પક્ષના પોસ્ટર હજુ પણ છે. ઠાકરેએ કહ્યું હતું કે રાજકીય પક્ષોના આવા પોસ્ટરો વિશ્વના અન્ય કોઈ દેશમાં પ્રદર્શિત થતા નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આપણે નવા વર્ષમાં પગ મુકવાના છીએ. આવી સ્થિતિમાં, અમે રાજકીય પક્ષોના કાયદેસર અને ગેરકાયદે પોસ્ટર્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને નાગરિકોને રાહત આપી શકીએ છીએ.

રાજકીય કારણોસર છેલ્લા બે વર્ષથી મહારાષ્ટ્રના લગભગ દરેક શહેરમાં પાર્ટીઓ અને નેતાઓના હજારો પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આદિત્યનું કહેવું છે કે આ પોસ્ટરો શહેરની સુંદરતા બગાડે છે જે જોઈને દુઃખ થાય છે. બીએમસી વિરોધ પક્ષોના પોસ્ટર્સ હટાવી રહી છે પરંતુ શાસક પક્ષના પોસ્ટરો હટાવતી નથી. આવા રાજકીય પોસ્ટરો દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળતા નથી.

આદિત્યએ પત્રમાં ફડણવીસને આવાહન કર્યું કે શહેરને સુંદર બનાવવા માટે દરેક રાજકીય પક્ષ બેનર્સ ન લગાવવાનો નિર્ણય કરે. ફડણવીસને આ દિશામાં પહેલ કરવા વિનંતી કરીને આદિત્યએ એમ પણ કહ્યું કે અમે તેમાં તમને સાથ આપીશું.
હાલની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મહાયુતિને જોરદાર જીત મળી હતી, જ્યારે મહાવિકાસ યુતિનો રકાસ થયો હતો. ત્યાર પછી પહેલી વાર વિપક્ષો દ્વારા કોઈ ક્ષેત્રમાં સહકારની ભાવના બતાવવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button