આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ કરવાના પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર 2022થી બેઠી છે: આદિત્ય ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ સોમવારે નવી મુંબઈ એરપોર્ટનું નામકરણ દિવંગત નેતા ડીબી પાટિલ કરવાની મંજૂરી ન આપવા બદલ કેન્દ્ર સરકાર પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી, આ બાબતનો પ્રસ્તાવ જૂન 2022માં મોકલવામાં આવ્યો હતો. નવી મુંબઈ એરપોર્ટનું કામ ફેબ્રુઆરી 2018માં શરૂ થયું હતું અને 2022માં મહા વિકાસ આઘાડી સરકારે તેનું નામ ‘લોકનેતે સ્વર્ગીય ડીબી પાટિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક’ રાખવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને ઠાકરેએ કહ્યું હતું કે, ‘આજે ડીબી પાટિલની જન્મજયંતિ છે.

જૂન 2022માં એમવીએની સરકારના પ્રધાન મંડળે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નામકરણ ‘શ્રી ડીબી પાટિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક’ રાખવાનો નિર્ણય લીધો હતો અને કેન્દ્ર સરકારને ભલામણ મોકલી હતી. વર્તમાન સ્થિતિ એ છે કે કેબિનેટનો નિર્ણય હજુ પણ કેન્દ્ર સરકારની મંજૂરી માટે બાકી છે.’ તેમણે પ્રશ્ર્ન કર્યો હતો કે, શું ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર માટે આવી પડતર બાબતો સામાન્ય હતી કે પછી તેઓ મહારાષ્ટ્રનું અપમાન કરવા માગતા હતા. ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી નાગરી ઉડ્ડયન પ્રધાનોને લેખિતમાં યાદ અપાવવા છતાં આ પ્રસ્તાવ હજી પડતર છે.

Also read: મુંબઈથી નવી મુંબઈ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવામાં આવશે

તેમણે કેન્દ્રીય નાગરી ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુને સ્વર્ગસ્થ નેતાના જન્મદિવસ નિમિત્તે સોમવારે આ પ્રસ્તાવને મંજૂરી આપવા વિનંતી કરી. તેમણે વધુમાં લખ્યું છે કે, છત્રપતિ સંભાજીનગર ખાતેના એરપોર્ટનું નામ છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ રાખવાનો પ્રસ્તાવ 2020થી કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button