Poonam Pandeyના મૃત્યુ પર આ શું કહ્યું આદિલ ખાને….

મુંબઈ : રાખીનો એક્સ પતિ અને પૂનમ પાંડેના ફ્રેન્ડને દાવો કર્યો હતો કે પૂનમને જોઈને કોઈ ના કહી શકે કે તે કોઈ તકલીફમાં છે. આજે સવારે પૂનમના સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી જાણવા મળ્યું હતું કે તેનું મૃત્યુ સર્વાઈકલ કેન્સરના કારણે થયું છે ત્યારે પૂનમના ઘણા ફેન્સ એ બાબત માનવા તૈયાર નથી કારણકે પૂનમની તબિયત ખરાબ હતી કે પછી ક્યારેય પૂનમને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી આવી કોઈ ખબર ક્યારેય મિડીયામાં આવી નહોતી ત્યારે ન્યૂઝ પૂનમના ચાહકો માટે એકદમ શોકિંગ છે.
ત્યારે આદિલ ખાને કહ્યું કે બે દિવસ પહેલા જ મને પૂનમ મળી હતી તેને જોઈને મને સહેજ પણ નહોતું લાગ્યું કે તેને કોઈ બીમારી છે કે પછી તેને કોઈ તકલીફ છે. આ ઉપરાંત મે પૂનમને એક પાપારાઝી સાથે પણ જોઈ હતી પરંતુ તે વખતે પણ તે એકદમ ફીટ અને ખુશ દેખાતી હતી. તેને જોઈને કોઈ જ ના કહી શકે કે તેને કેન્સર છે. પૂમન એકદમ જોલી નેચરની વ્યક્તિ હતી તે કોઈપણની સાથે એકદમ સરળતાથી ભળી જતી હતી. જો કે આદિલ ખાને કહ્યું હતું કે મને આ બાબતની જાણ હમણાં જ થઈ અને આ મારા માટે એકદમ શોકિંગ ન્યૂઝ છે. થોડીવાર તો મને વિશ્ર્વાસ જ ના થયો કે પૂનમનું મૃત્યુ થયું છે. પરંતુ તેના જ સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી આ બાબતની જાણ થઈ એટલે એ ખોટી ના હોઈ શકે.
નોંધનીય છે કે આદિલ ખાન રાખીનો એક્સ પતિ છે. જો કે એ પૂમન સાથે પ સારું બોન્ડિંગ શેર કરતો હતો. પૂમનમા મૃત્યુથી તેના પરિવારને ઊંડો આઘાત લાગ્યો છે.