આમચી મુંબઈ

ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટ :અદાણીની આગેવાની હેઠળના એસપીવીએ આક્સા માલવણી જમીન માટે પર્યાવરણીય ટીઓઆર(સંદર્ભની શરતો) અરજી દાખલ કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહત્વાકાંક્ષી ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરફના એક મહત્વપૂર્ણ પ્રક્રિયાગત પગલામાં, મહારાષ્ટ્ર સરકાર અને અદાણી ગ્રુપની આગેવાની હેઠળના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ- એસપીવી દ્વારા, પ્રોજેક્ટનો અમલ કરતી કંપનીએ ધારાવીના અયોગ્ય ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસન માટે ફાળવવામાં આવેલા પ્લોટ પૈકીના એક આક્સા-માલવણીની જમીન માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમઓઈએફ) સમક્ષ સંદર્ભ શરતો (ટીઓઆર) અરજી દાખલ કરી છે.

જોકે જમીનનો ભૌતિક કબજો હજુ સુધી મેળવવાનો બાકી છે, 11 ઓક્ટોબર 2024ના રોજ 140 એકરની ફાળવણીની પુષ્ટિ કરતી ગેઝેટેડ સૂચનાના આધારે ટીઓઆર ફાઇલ કરવી, પર્યાવરણની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવા માટેનું પ્રથમ ઔપચારિક પગલું છે. નિષ્ણાતો કહે છે કે બધી જરૂરી ગ્રીન મંજૂરીઓ મેળવવામાં છથી સાત મહિનાનો સમય લાગી શકે છે.
સંદર્ભની શરતો એ એક ફરજિયાત પ્રક્રિયાગત દસ્તાવેજ છે જે પર્યાવરણીય અસર મૂલ્યાંકન (ઈઆઈએ) અભ્યાસની રૂપરેખા આપે છે. તેમાં પ્રસ્તાવિત બિલ્ટ-અપ વિસ્તાર, મકાન ગોઠવણી, ગ્રીન સ્પેસ અને પાર્કિંગ યોજનાઓ જેવી વિગતો સામેલ છે.

ટીઓઆર ફાઇલ કરવાનો અર્થ જમીન ઉપયોગ અંતિમ પરવાનગી નથી પરંતુ સીઆરઝેડ, નાગરી ઉડ્ડયન અને પર્યાવરણ વિભાગ સહિત અનેક એજન્સીઓ દ્વારા પર્યાવરણની ચકાસણી શરૂ કરવી જરૂરી છે. આ પ્રક્રિયાને નજીકથી સમજતા એક નિષ્ણાતે સમજાવ્યું હતું કે, ‘ટીઓઆર એ પ્લોટની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા તરફનું પ્રથમ પગલું છે. તે પર્યાવરણના અભ્યાસ માટે અવકાશની રૂપરેખા આપે છે, પરંતુ ડિઝાઇન અથવા જમીન ઉપયોગની મંજૂરી સૂચિત કરતું નથી. અંતિમ મંજૂરીઓ જારી કરવામાં આવે તે પહેલાં સંબંધિત એજન્સીઓ દ્વારા જમીનની ચકાસણી કરવામાં આવશે.’

ધારાવી પુન:વિકાસની બ્લુપ્રિન્ટના ભાગ રૂપે, મહારાષ્ટ્ર સરકારે 541.2 એકર ફાળવી છે, જેમાંથી 63.51 એકર (લગભગ 12 ટકા) પહેલેથી જ રિડેવલમેન્ટ હેતુઓ માટે ધારાવી પુન:વિકાસ પ્રોજેક્ટ/એસઆરએને સોંપવામાં આવી છે. ધારાવીના સૂચિત વિસ્તારમાં જગ્યાની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને, આક્સા-માલવણી જેવા 30 કિમી ત્રિજ્યામાં આવેલા જમીનના ટુકડાઓનો ઉપયોગ અપાત્ર ઝૂંપડપટ્ટીવાસીઓને રહેવા માટે કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ માટે નિર્ધારિત વધુ જમીનના ટુકડાઓ પર આગામી મહિનાઓમાં સમાન ટીઓઆર ફાઇલિંગ કરવામાં આવશે જેથી મંજૂરીઓ ઝડપી બને.
એશિયાના સૌથી મોટા શહેરી નવીનીકરણ પ્રોજેક્ટમાંના એક તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ધારાવીને એક સુનિયોજિત, પ્રતિષ્ઠિત શહેરી વિસ્તારમાં પરિવર્તિત કરવાનો છે.

આ પણ વાંચો : ધારાવીમાં નાળામાં ઔદ્યોગિક કચરો ઠાલવનારા સામે એફઆઈઆર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button