આમચી મુંબઈમનોરંજન

અભિનેત્રી નેહા મલિકના ફ્લૅટમાંથી 34.50 લાખના દાગીના પર હાથફેરો કરી નોકરાણી ફરાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બેડરૂમની સાફસફાઈ કરી આપવાને બહાને અભિનેત્રી નેહા મલિકના ફ્લૅટમાંથી 34.50 લાખ રૂપિયાના સોના-હીરાના દાગીના પર હાથફેરો કરી નોકરાણી રફુચક્કર થઈ ગઈ હતી.

અંધેરી પશ્ચિમમાં ચાર બંગલા ખાતેની ઈમારતના 12મા માળે રહેતી અભિનેત્રી કમ મોડેલ નેહા મલિકની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે અંબોલી પોલીસે શેનાઝ મુસ્તફા શેખ (37) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. મલાડમાં રહેતી શેખની પોલીસ શોધ ચલાવી રહી છે.

આ પણ વાંચો: નવી મુંબઈમાં બાઇકચોરીના 13 ગુનામાં સામેલ બે સગીર પકડાયા…

પોલીસ ફરિયાદ અનુસાર શેખ અભિનેત્રીના ફ્લૅટમાં સાફસફાઈનું કામ કરતી હતી. રોજ સવારે 7.30 વાગ્યે આવીને શેખ પોતાનું કામ પતાવી 9 વાગ્યાની આસપાસ પાછી જતી રહેતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે મોડેલ નેહાની માતા તેના દાગીના બેડરૂમમાં લાકડાના ડ્રોઅરમાં મૂકતી હતી. આ ડ્રોઅરને લૉક નહોતું. 24 એપ્રિલે દાગીના ડ્રોઅરમાં મૂકવામાં આવ્યા પછી બીજી સવારે દાગીના ગુમ હોવાનું જણાયું હતું. વળી, એ દિવસથી નોકરાણી શેખે પણ કામે આવવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો: ગ્લેમરના મામલે આ ભોજપુરી અભિનેત્રી બોલીવુડની એક્ટ્રેસને આપે છે ટક્કર

એફઆઈઆર અનુસાર ફરિયાદીએ નોકરાણીની સામે જ દાગીના ડ્રોઅરમાં મૂક્યા હતા. એ સિવાય 24 એપ્રિલે નવ હજાર રૂપિયા તેણે ફરિયાદી પાસેથી એડ્વાન્સમાં લીધા હતા. એ જ દિવસે નોકરાણીએ બેડરૂમની વ્યવસ્થિત સાફસફાઈ કરી આપવાની તૈયારી દાખવી હતી. દાગીના ગુમ થયા પછી નોકરાણીનો મોબાઈલ ફોન સતત સ્વિચ ઑફ્ફ આવતો હોવાથી ફરિયાદીએ તેના પર શંકા વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button