મરાઠી ફિલ્મને નકારનારાં થિયેટરો સામે થશે કાર્યવાહી: ફડણવીસ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મરાઠી ફિલ્મને નકારનારાં થિયેટરો સામે થશે કાર્યવાહી: ફડણવીસ

નાગપુર: ગુરુવારે યોજાયેલી વિધાન પરિષદમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ફિલ્મોને લઈને એક નિવેદન કર્યું હતું. ફડણવીસે કહ્યું કે જો રાજ્યના કોઈપણ થિયેટર કે સિનેમાઘરો મરાઠી ફિલ્મોને પ્રદર્શિત કરવાની ના પડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપના નેતા પ્રવીણ દરેકરે મરાઠી અભિનેતા પ્રસાદ ખાંડેકરની એકદા યેઉન તર બધા આ નવી ફિલ્મને રાજ્યમાં પ્રદર્શિત કરવાં માટે શો ન મળી રહ્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ ફડણવીસે પણ આ મુદ્દે પ્રકાશ પડતાં મરાઠી ફિલ્મોને શો ન આપતા તે થિયેટર અને સિનેમાઘરો સામે કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી હતી.

બાદ વિરોધી પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ફડણવીસના આ વિધાન પર ટીકા કરતાં કહ્યું કે રાજ્યના ખેતુડો દ્વારા વાપરવામાં આવતી શેડ જાળીને તોફાન અને વાવાઝોડાને લીધે નુકસાન પહોંચ્યું છે, પણ હજી સુધી વીમા કંપનીઓ દ્વારા તેમને વળતર આપવામાં આવ્યું નથી.

ફડનવીસે આ બાબતે જણાવતા કહ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આ મામલે માર્ગદર્શન આપી સમસ્યાને ઉકેલવા યોજના બનાવવાનું જણાવ્યું છે અને આ બાબતે પ્રસ્તાવ પસાર કર્યા બાદ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button