સંજય રાઉત સામે ઉશ્કેરણીજનક નિવેદનો બદલ કાર્યવાહી?
શિવસેનાએ પોલીસ કમિશનરની મુલાકાત લઈને કરી રજૂઆત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ ચૂંટણીની તૈયારીઓ, બીજી તરફ રાજકીય આરોપ-પ્રત્યારોપ અને આ બધા વચ્ચે સંજય રાઉતના નિવેદનોને કારણે રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. નેપાળમાં થયેલી હિંસાને ટાંકીને દેશમાં પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તેવું રાઉતનું નિવેદન હવે મોટો વિવાદ ઉભો કરી રહ્યું છે.
શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતીને મળ્યું અને રાઉત સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી. આરોપ છે કે રાઉતના નિવેદનો માત્ર ઉશ્કેરણીજનક જ નથી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સીધી ધમકી આપવાનો પ્રયાસ પણ છે.
શિવસેનાના મતે, લોકશાહીમાં જનતાનો વિશ્ર્વાસ ગુમાવ્યા બાદ, રાઉત વારંવાર અરાજકતાના માર્ગે ચાલી રહ્યા છે. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાઉત લોકશાહીના ચારેય સ્તંભો – ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, મીડિયા અને વહીવટીતંત્રમાં અવિશ્ર્વાસ દર્શાવીને સમાજમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. નેપાળની જેમ ભારતમાં પણ હિંસા ફેલાવવાની ધમકી આપનાર નેતા સામે કાર્યવાહી થવી જોઈએ, એવી પણ માગણી એક નિવેદન દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રતિનિધિમંડળમાં રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરા, શિવસેનાના સચિવ સંજય મોરે, વિધાનસભ્ય તુકારામ કાતે, ભૂતપૂર્વ સાંસદ સંજય નિરુપમ, ભૂતપૂર્વ વિધાનસભ્ય શિશિર શિંદે, પ્રવક્તા શીતલ મ્હાત્રે અને અન્ય ઘણા પદાધિકારીઓ હાજર હતા. હવે રાઉતના નિવેદનો પર પોલીસ વહીવટીતંત્ર શું પગલાં લે છે તેના પર છે.
આ પણ વાંચો…શું ફડણવીસ શાકાહારી છે? :સંજય રાઉત