પુણે-બેંગ્લોર હાઈવે પર અકસ્માત, ત્રણના મૃત્યુ…

પુણેઃ પુણે-બેંગ્લોર હાઈવે પર પાચવડ ફાટા ખાતે ફોર વ્હીલર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ત્રણ જણના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. આ અકસ્માત શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ થયો હતો. મૃતકોમાં ફોર વ્હીલરમાં સવાર એક મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે, એવી માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી હતી.
પુણે-બેંગ્લોર હાઈવે પર પાચવડા ફાટા ખાતે બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલ્હાપુરથી મુંબઈ આવેલી રહેલી ફોરવ્હીલરે પાછળથી ટ્રકને જોરદાર ટક્કર મારતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની માહિતી મળતાં જ હાઈવે પોલીસ, તાલુકા પોલીસ અને સંબંધિત વિભાગ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ હતી. સારવાર માટે સંબંધિતોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે પુણે-બેંગ્લોર હાઈવે પર લાંબા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસ દ્વારા વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.