આમચી મુંબઈ
રત્નાગિરિમાં સરકારી વકીલ દોઢ લાખની લાંચ લેતાં પકડાયો…
થાણે: રત્નાગિરિ જિલ્લામાં એક કેસમાં કંપનીને નિર્દોષ જાહેર કરવા માટે દોઢ લાખ રૂપિયાની લાંચ માગવાના આરોપસર એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ વિશેષ સરકારી વકીલની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ૪૦૦ કરોડને ખર્ચે ૭૦ હેકટરના કોસ્ટલ રોડને લીલોછમ બનાવાશે…
એસીબીના અધિકારીઓએ મળેલી ફરિયાદને આધારે ચિપલૂણમાં ગુરુવારે સાંજે છટકું ગોઠવ્યું હતું અને વિશેષ સરકારી વકીલ રાજેશ જાધવને લાંચ લેતાં પકડી પાડ્યો હતો.
એસીબીના જણાવ્યા અનુસાર ખેડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક કેસમાં કંપની વતી હાજર રહેલા એડવોકેટ એવા ફરિયાદી પાસે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી.
સરકારી વકીલ જાધવે ફરિયાદીની તરફેણ કરવા અને કેસમાં નિર્દોષ જાહેર કરવા માટે લાંચ માગી હતી. જાધવને લાંચનો પહેલો હપ્તો સ્વીકારતાં પકડી પાડવામાં આવ્યો હતો. (પીટીઆઇ)