આમચી મુંબઈ

એસી નોન એસી લોકલ પ્રવાસીઓ પરેશાન પણ રેલવેને રાહત!

મધ્ય રેલવેમાં એસી લોકલના પ્રવાસીઓ જ એસી લોકલથી હેરાન

મધ્ય રેલવેમાં એસી લોકલની સર્વિસ વધાર્યા પછી પણ એક પણ ટ્રેન નિયમિત હોતી નથી, તેથી આ ટ્રેનનો ફાયદો એસી લોકલના પ્રવાસીઓને મળતો નથી. અનિયમિત અને મર્યાદિત લોકલ હોવાથી વધારે પૈસા ખર્ચ્યા પછી તેનો લાભ મળતો નથી, એમ કલ્યાણનાં રહેવાસી મુકેશ જૈને જણાવ્યું હતું. ભૂલેશ્વરમાં દુકાન ધરાવનાર એક વેપારીએ કહ્યું હતું કે એસી લોકલનો પાસ કઢાવવાનું નકામું છે. અમારા ટાઈમે ક્યારેક કોઈ ટ્રેન મળતી નથી. છ મહિનાથી
એસી લોકલનો પાસ કઢાવ્યો છે, પરંતુ દિવસમાં સિંગલ ટ્રિપમાં ટ્રેન સમયસર હોતી નથી.

ડોંબિવલીની રહેવાસી મનીષા શાહે કહ્યું હતું કે મોર્નિંગમાં અમારી એક પણ ટ્રેન રેગ્યુલર દોડતી નથી. ફાસ્ટ ટ્રેનની સાથે સ્લો લોકલ પણ ક્યા કારણસર મોડી આવે અને ગમે ત્યારે કોઈ પણ સ્ટેશને ઊભી રહી જાય એની કોઈ જાહેરાત પણ કરવામાં આવતી નથી.

હાલમાં મધ્ય રેલવેમાં રોજની ૬૬ એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, પરંતુ અમુક વખતે ટ્રેનસેવા પર અસર થાય છે. બાકી મેજર કોઈ સમસ્યા હોતી નથી. તબક્કાવાર એસી લોકલમાં પ્રવાસ કરનારાની સંખ્યામાં વધારો થાય છે, જેમાં છ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા ૮૨ ટકા વધી છે. એપ્રિલથી નવેમ્બરમાં મધ્ય રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા ૧.૩૧ કરોડને પહોંચી છે, જ્યારે ગયા વર્ષે ૮૭.૬૧ લાખ હતી. એસી લોકલમાં પેસેન્જરનો ટ્રાફિક વધ્યો છે, તેથી આવક વધીને ૬૦.૨૩ કરોડે પહોંચી છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

પશ્ર્ચિમ રેલવેમાં તો રાતે ટ્રાવેલ કરનારાને કોઈ પૂછતું નથી
મધ્ય રેલવેની તુલનામાં પશ્ર્ચિમ રેલવેમાં એસી લોકલની સર્વિસ વધારે દોડાવાય છે, પરંતુ રેગ્યુલર સર્વિસની મુશ્કેલી રહે છે. એસી લોકલમાં નોન-એસી લોકલના પ્રવાસી મુસાફરી કરે તો પણ એમને ચેક કરનાર કોઈ હોતું નથી. વસઈ-વિરાર ચર્ચગેટની ટ્રેન રેગ્યુલર અનિયમિત હોય છે, પરંતુ તેની ક્યારેય એનાઉન્સમેન્ટ કરતા નથી. બાકી ટ્રેનની સ્પીડ વધારવાની વાત હોય કે પછી નવા કોરિડોર શરુ કર્યા પછી ટ્રેનો નિયમિત દોડતી નથી, તેનાથી પ્રવાસીઓને રેલવે પ્રત્યે નારાજગી વધી રહી છે, પરંતુ રેલવેને તેની પડી નથી, એમ વિરારના રહેવાસી મહેશ પાંડેએ જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેમાં સાંજે ચર્ચગેટથી ઉપડનારી એસી લોકલ ટ્રેન વિના કારણ મુંબઈ સેન્ટ્રલથી પેક થયા પછી દરવાજા ઓપન અને ક્લોઝ થવાની સમસ્યા ઊભી થાય છે, જેમાં ક્યારેક પોલીસની મદદ લેવામાં આવે છે, પણ મુખ્ય વાત ટ્રેનની સેવા પર અસર પડે છે એ વાતને રેલવે સ્વીકારતું નથી, એમ વસઈના રહેવાસી મયંક છેડાએ જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેમાં ડિસેમ્બર, ૨૦૧૭માં સૌથી પહેલી વખત એસી લોકલ શરુ કરી હતી, જેમાં અત્યારે ૯૬ સર્વિસીસ દોડાવાય છે, જ્યારે પેસેન્જર ટ્રાફિકમાં વધારો થયો છે. નવેમ્બર મહિનામાં ૨.૩૯ કરોડ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો, જ્યારે ૨.૩૯ કરોડ પ્રવાસીએ મુસાફરી કરી છે. પશ્ચિમ રેલવેની આવકમાં પણ બેવડો વધારો થયો છે, જેમાં ગયા વર્ષે ૬૦ કરોડમાંથી વધીને ૧૧૧.૨૫ કરોડે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ સબર્બન રેલવેમાં રોજની ૧,૩૦૦થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે કોરોના મહામારી પૂર્વે ૭૫ લાખથી વધુ પ્રવાસી પ્રવાસ કરતા હતા, પરંતુ આજની તારીખે એ સંખ્યા પહોંચી નથી.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સબઅર્બનમાં ક્લોઝ ડોર અને એસી લોકલની સર્વિસ શરૂ કર્યાના વર્ષો પછી પ્રવાસીઓને સુવિધાના બદલમાં અનિયમિત ટ્રેન સર્વિસને કારણે પ્રવાસીઓની હાલાકી વધી છે. સત્તાવાર રીતે ડિસેમ્બર, ૨૦૧૭માં પશ્ર્ચિમ રેલવેમાં એસી ટ્રેન શરૂ કરી હતી, ત્યાર બાદ પશ્ર્ચિમ અને મધ્ય રેલવેમાં તબક્કાવાર નોન-એસી લોકલના બદલે એસી લોક્લની સર્વિસ વધારવામાં આવી રહી છે, પરંતુ તેની સીધી અસર લોકલ ટ્રેનના ટાઈમ ટેબલ પર અસર પડી છે. પિક અવર્સ જ નહીં, નોન પિક અવર્સમાં પણ ટ્રેનો નિયમિત રીતે મોડી દોડતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી એ શરમની વાત છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…