આમચી મુંબઈ

પશ્ચિમ બંગાળમાં હત્યા-લૂંટના કેસનો ફરાર આરોપી બાંદ્રાથી ઝડપાયો

મુંબઈ: પશ્ચિમ બંગાળમાં સ્થાનિક બૂકીની હત્યા અને લૂંટના કેસમાં ફરાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે બાંદ્રાના ખેરવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રબીઉલ મિયાં ઉર્ફે બાબુ (34) તરીકે થઇ હતી, જેણે ગુનો આચર્યા બાદ લોનાવલામાં બે મહિના ક્ધસ્ટ્રકશન સાઇટ પર મજૂર તરીકે કામ કર્યું હતું અને 1 જાન્યુઆરી, 2025માં તે મુંબઇ આવ્યો હતો. આરોપીને વધુ તપાસ માટે પશ્ચિમ બંગાળ પોલીસને હવાલે કરાયો હતો.

આ પણ વાંચો: બાન્દ્રામાં જમીન વિવાદમાં ચોપરના ઘાઝીંકી એકની હત્યા: ચાર સગાંની ધરપકડ…

પશ્ચિમ બંગાળના બંસીહારી પોલીસ સ્ટેશનમાં 14 ઑક્ટોબર, 2024ના રોજ ગુનો દાખલ કરાયો હતો, જેમાં સ્થાનિક બૂકી મિથુન ચક્રવર્તીની હત્યા કરવામાં આવી હતી. આ ગુના પાંચ આરોપીઓ સામેલ હતા, જેમાંથી ત્રણ હજી ફરાર છે. તાબામાં લેવાયેલા આરોપીની આગોતરા જામીન અરજીને કોલકાતા હાઇ કોર્ટે ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: આઇટી પ્રોફેશનલ સાથે 1.96 કરોડની છેતરપિંડી: ઝેર આપી તેની હત્યાનો પ્રયાસ કરવા બદલ સાયનના રહેવાસી સામે ગુનો

હત્યા અને લૂંટના ગુનામાં ફરાર આરોપી રબીઉલ મિયાં બાંદ્રા પૂર્વના ખેરવાડી વિસ્તારમાં ગણેશ મંદિર રોડ ખાતે રહેતો હોવાની માહિતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓને મળી હતી. આથી પોલીસ ટીમે તેના પર નજર રાખી હતી અને ત્યાર બાદ તેને તાબામાં લીધો હતો. પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપી રબીઉલ માલદા જિલ્લાના મોહંમદપુરનો રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button