મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઃ મનસેએ ફિલ્મમેકરને આપી ઉમેદવારી

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી 26મી જૂનના રોજ યોજાનારી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) દ્વારા કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પરથી ફિલ્મમેકર અભિજીત ફણસેને ઉમેદવારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આ બેઠક પરથી ભાજપના નિરંજન ડાવખરે પ્રતિનિધિ છે.
રસપ્રદ વાત એ છે કે લોકસભાની ચૂંટણી પહેલા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપ, શિવસેના(એકનાથ શિંદે) અને એનસીપી(અજિત પવાર)ના જોડાણ મહાયુતિને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન જાહેર કરતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણી દેશનું ભવિષ્ય નક્કી કરશે. આ ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીમાં લાગી જવાનું આહ્વાન પણ પોતાના કાર્યકર્તાઓને રાજ ઠાકરેએ એ દરમિયાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હજી સુધી ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ સાત જૂન છે.
Also Read –