આમચી મુંબઈમહારાષ્ટ્ર

અબ કી બાર, ફર્નિચર માર્કેટ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મળ્યા આ લોકોને

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં સતત ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા કુલી બનીને લોકોનો સામાન લઈ જતા જોવા મળ્યા હતા ત્યારબાદ ટ્રેનના સ્લીપર કોચમાં પ્રવાસ કરીને લોકો સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. હવે આજે રાહુલ ગાંધી ગુરુવારે એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટ કીર્તિ નગર પહોંચ્યા હતા. ત્યાં જઈને તેઓ માર્કેટના લોકોને મળ્યા હતા અને તેમની ખબરઅંતર પૂછ્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની તસવીરો પણ વાઇરલ થઈ રહી છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે આજે પોતે દિલ્હીના કીર્તિનગર સ્થિત એશિયાના સૌથી મોટા ફર્નિચર માર્કેટમાં ગયા અને સુથાર ભાઈઓને મળ્યા હતા. રાહુલ ગાંધીએ તેમની સાથેની વાતચીત અંગે પણ લખ્યું હતું.

તેમને મળવા સાથે રાહુલ ગાંધીએ ફર્નિચરની દુકાનમાં કામ પણ કર્યું હતું અને એના ફોટોઝ પણ વાઇરલ થયાં હતાં. તસવીરોમાં રાહુલ ગાંધી ફર્નિચરની દુકાનમાં કામ કરતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓ સાથે માત્ર વાત જ નથી કરી, પરંતુ તેમની કામ કરવાની રીત પણ સમજ્યા હતા. તાજેતરમાં રાહુલ ગાંધી છત્તીસગઢના પ્રવાસે હતા. તેમણે બિલાસપુરમાં કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ પછી તેમણે બિલાસપુરથી રાયપુર પહોંચવા માટે 117 કિમીની મુસાફરી કરી હતી.


થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન ખાતે ગયા હતા, જ્યાં તેમણે કુલીઓના કપડાં પહેર્યા હતા અને તેમને મળ્યા હતા. કુલીઓની સમસ્યા વિશે જાણ્યા પછી રાહુલ ગાંધી સામાન્ય કુલીઓની જેમ લોકોનો સામાન તેના માથા પર લઈ ગયો. ઈલેકશનને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી મહત્તમ લોકો સુધી પહોંચીને કેન્દ્ર સરકારની નીતિઓથી લોકોને વાકેફ કરવાનો પ્રયાસ કરે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button