ઘાટકોપરના રાજાવાડીમાં ૧૦૮ કુમારિકાઓની આરતી
મુંબઈ: ઘાટકોપર રાજાવાડી નવરાત્ર મંડળ છેલ્લાં ચોપન વર્ષથી નવરાત્રૌત્સવ પરંપરાગત રીતે ઊજવે છે. આ નવરાત્રિની સૌથી અગત્યની આઠમની એકસો આઠ કુમારિકાઓની આરતી હંમેશાઆકર્ષણનું કેન્દ્ર બની રહે છે. આ આરતીમાં એકસો આઠ કુમારિકાઓ માટે ૮૦ ડોનરો છોકરીઓને ગમે એવું બધું વસ્તુ સ્વ ડોનર ઊભા રહી વિતરણ કરે છે. આ મંડળમાં આરતીનો લાભ લેવા સેંકડો ભક્તો લાભ લે છે. આ પ્રસંગે આશીર્વાદ લેવા ઘાટકોપરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમાં મોટા ધંધાકીઓ, સામાજિક અને રાજકારણીઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવીને માતાનાં દર્શન લેવા માટે આવ્યા હતા. જેમાં સાંસદ મનોજ કોટક, વિધાનસભ્ય પરાગ શાહ તથા ભૂતપૂર્વ વિધાનસભ્ય પ્રકાશ મહેતા, ભૂતપૂર્વ નગરસેવક ભાલચંદ્ર શિરસાટ તેમ જ બિંદુ ત્રિવેદી અને પ્રવીણ છેડા, રાજા મિરાણી અને અસંખ્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ભક્તોનું માનવું છે કે આ રાજાવાડી નવરાત્ર મંડળમાં લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે. સાથે એવું માનવું છે કે આ રીતે વર્તમાન સમયમાં શાસ્ત્રોક્ત નવરાત્રિ ઊજવાય છે.
આ મંડળની સ્થાપના સ્વ. અરુણભાઈ સોમૈયા અને સ્વ. નરોત્તમભાઈ સોમૈયાએ કરી હતી. આ પરંપરાને તેમના સહકાર્યકર્તા જેમ કે રમેશ ઠક્કર, મુકેશ વાઘેલા, અતુલ ભાયાણી, કિશોર આશર તેમ જ કમલેશ વાઘેલા અને હાર્દિક વાઘેલા, આનંદ પાઠક અને અન્ય સેવા આપતા કાર્યકર્તાઓએ જાળવી રાખી છે.