બ્લોકબસ્ટર મેચ, લાગણીઓની મજાક: આદિત્યે એશિયા કપ ભારત-પાકિસ્તાન મેચ પર કેન્દ્ર સરકારની ટીકા કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે આગામી એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે પહેલગામ હુમલાને પગલે પડોશી દેશ સાથે રમતગમતમાં જોડાવું એ દેશવાસીઓની ‘ભાવનાઓની મજાક’ છે.
આ પગલાને ‘બ્લોકબસ્ટર મેચ’ ગણાવતાં, ઠાકરેએ પૂછ્યું હતું કે સરકાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ને એશિયા કપમાં રમવાથી ખસી જવાનું કેમ નથી કહી રહી અને કહ્યું હતું કે તે દર્શાવે છે કે આતંકવાદી હુમલામાં ગુમાવેલા જીવ કરતાં ‘પૈસા અને મનોરંજન’ વધુ મહત્વપૂર્ણ છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, ‘એવું લાગે છે કે બ્લોકબસ્ટર ફિક્સ્ચર. અને ભારત સરકાર તેના પર એક પણ શબ્દ બોલતી નથી. કેટલી શરમજનક વાત છે!’ ‘આતંકવાદી હુમલામાં ગુમાવેલા જીવો અને પોતાના જીવ જોખમમાં મૂકીને આપણી રક્ષા કરનારા સૈનિકોના જીવન પર પૈસા અને મનોરંજન ભારે છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
‘ભારતની લાગણીઓની ખરેખર મજાક છે કે બીસીસીઆઈ પાકિસ્તાન સાથે રમવાનું પસંદ કરે છે અને ભારત સરકાર ચૂપ બેસે છે,’ એમ વરલીના વિધાનસભ્યે કહ્યું હતું. ભાજપ ફક્ત ચૂંટણીઓમાં પાકિસ્તાનના મુદ્દાનો ઉપયોગ કરશે, અન્યથા તમામ આતંકવાદી હુમલાઓ છતાં, ક્રિકેટ રમવું તેમના માટે યોગ્ય છે, એવી ટીકા તેમણે કરી હતી.
‘ભારત સરકાર તરફથી મિત્રતા દિવસનો સંદેશ: સાચી મિત્રતા આવી હોવી જોઈએ. સમર્પિત અને એકતરફી. તેઓ નિર્દોષ ભારતીયો પર હુમલો કરી શકે છે, પરંતુ અમે તેમની સાથે ક્રિકેટ રમીશું! કારણ કે અમે હંમેશા ચૂંટણીમાં તેમના નામનો ઉપયોગ કરી શકીએ,’ એમ ઠાકરેએ કહ્યું હતું.
આ પણ વાંચો…યુએઇના એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ત્રણ ટક્કર થઈ શકે