Maharashtraના સલૂનમાં ચાલી રહી છે અનોખી ઓફર, Loksabha Election સાથે છે કનેક્શન..
લોકસભાની ચૂંટમની પહેલો તબક્કો પાર પડ્યો અને પહેલા તબક્કામાં મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી. આજે મહારાષ્ટ્રમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને મતદારો મતદાન કરીને પોતાની ફરજ બજાવે એ માટે ચૂંટણી પંચ દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં અનેક લોકો રજાની મજા કરવા માટે ઘરે જ રહે છે. પણ હવે અકોલામાં સલૂન ચલાવતા એક Hair Dresserએ કમાલની અટકલ લગાવી છે આવો જોઈએ શું છે અટકળ…
મળી રહેલી માહિતી પ્રમાણે અકોલાની રામદાસ પેઠ ખાતે અનંત કૌલકરનું એક સલૂન છે અને અનંતે મતદાનની ટકાવારી વધારવા માટે એક અભિયાન ચલાવ્યું છે. તેમણે પોતાના સલૂનમાં મતદાર રાજા જાગા હો, લોકશાહીના ધાગા હો એવું સ્લોગન પણ લખ્યું છે. આ સિવાય મતદાન કરીને આવ્યા બાદ ફિંગર પર રહેલી ઈન્ક દેખાડનારને ફ્રી હેર કટિંગ આપવાની ઓફર તેમણે આપી છે. આ જાહેરાતને પગલે આજે સવારથી જ એમના સલૂનમાં હેર કટિંગ માટે લોકોની લાઈન લાગી ગઈ છે.
પોતાના આ અભિયાન વિશે વાત કરતાં અનંતે જણાવ્યું હતું કે દુનાયાની સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં સૌથી મોટા પર્વની ઊજવણી થઈ રહી છે. આ ઉત્સવમાં દરેકે દરેક દેશવાસીઓ ભાગ લે એવી આશા છે. સરકાર દ્વારા આ માટે પોતાની રીતે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ એમના આ પ્રયાસો ક્યાંકને ક્યાંક પાછા પડી રહ્યા છે. આ જ કારણે મેં મારા સલૂનમાં આ અનોખી ઓફર રાખી છે.
અનંત કૌલકર દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઉપક્રમની આસપાસના પરિસરમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે. લોકશાહી માટેના તેમના વિચારો અને લાગણી બધામાં જોવા મળે તો 90 મતદાનની ટકાવારી સરળતાથી 90 ટકા સુધી પહોંચી જશે એવી અપેક્ષા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.