કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સમાં રામ પ્રતિષ્ઠાનની અનોખી ઉજવણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સમાં રામ પ્રતિષ્ઠાનની અનોખી ઉજવણી

અયોધ્યામાં રામ પ્રતિષ્ઠાના દિવસે કાંદિવલી ઇસ્ટમાં ઠાકુર કોમ્પ્લેક્સ ખાતે બેન્ઝર ટાવરના નિવાસીઓએ કઇંક અનોખી રીતે ઉજવણી કરી હતી. અભિનેતા-દિગ્દર્શક વિપુલ વિઠલાણી તેમ જ મેહુલ બુદ્ધદેવ અને હિરેન કાણકિયાના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર વિશિષ્ટ વેશભૂષા સાથે રામલીલા ભજવી હતી. રામજન્મથી શરૂ કરી અયોધ્યા વાપસી સુધીના મહત્વનાં દૃશ્યો ભજવવામાં મીતા, આરતી, પ્રીતિ અને મિત્તલબેનનો સહકાર મળ્યો હતો.

રામલીલા ભજવવા પાછળનો મુખ્ય ઉદૃેશ્ય વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવતી યુવાપેઢીને પ્રભુશ્રી રામના વ્યક્તિત્વથી પરિચિત કરાવવાનો હતો. હાડ્રોલિક કારમાં એન્ટ્રી કરી સંજીવની પહાડ લઈ આવનાર હનુમાને લોકોની આંખો પહોળી કરી દીધી. આખા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરતાં યુવાગાયક નિખીલ શિવાયએ રામભજન તેમ જ બીજા ગીતો ગાઈ લોકોને રામમયી બનાવી દીધા હતા.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button