મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બે કલાકનો બ્લોક | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બે કલાકનો બ્લોક

મુંબઈ: ૧૧ જાન્યુઆરી, ગુરુવારે મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ વે પર બે કલાકનો ટ્રાફિક બ્લોક લાદવામાં આવ્યો છે. ગુરુવારે બપોરે ૧.૩૦ થી ૩.૩૦ દરમિયાન , મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ૯.૮૦૦ કિમી (પનવેલ એક્ઝિટ) અને ૨૯,૪૦૦ કિમી (ખાલાપુર ટોલ પ્લાઝા અને માદપ ટનલ વચ્ચે) પર ગેન્ટ્રી બેસાડવાનું કામ કરવામાં આવશે . આ કામ દરમિયાન મુંબઈ તરફ જતા માર્ગ પર તમામ હળવા અને ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે. આ ટ્રાફિક બ્લોક દરમિયાન, પુણેથી મુંબઈ જતા હળવા વાહનો અને બસો ખોપોલી એક્ઝિટ કિમી ૩૯.૮૦૦ થી ડાઈવર્ટ થશે અને ખોપોલી શહેર થઈને જૂના પુણે મુંબઈ હાઈવે પરથી નેશનલ હાઈવે નંબર ૪૮ પર જશે અને પછી શેડુંગ ટોલ રોડ થઈને મુંબઈ તરફ જશે. જ્યારે પુણેથી મુંબઈ જતા હળવા અને ભારે વાહનો ખાલાપુર ટોલ નાકા પરની છેલ્લી ડાબી લેનથી ખાલાપુર બહાર નીકળશે અને જૂના પુણે મુંબઈ હાઈવેથી ખાલાપુર શહેરમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર જશે અને શેડુંગ ટોલ નાકા થઈને મુંબઈ તરફ આગળ વધશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button