મુંબઈ-અમદાવાદ હાઇવે પર સંતરા ભરેલી ટ્રક પલટી, ટ્રાફિક સર્જાયો
મુંબઈ: મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પરના એક ગામ નજીક સંતરા લઇ જતા ટ્રકને અકસ્માત થતાં ગામના લોકો સંતરા પોતના ઘરે લઈ જવા હાઇવે પર આવી ગયા હતા. આ ઘટનાને લીધે હાઇવે પર ભારે ટ્રાફિક નિર્માણ થયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજા થઈ હતી અને ટ્રકને પણ મોટું નુકસાન થયું હતું.
મુંબઈ તરફ સંતરા લઈ જતાં ટ્રકને અકસ્માત થયા બાદ ટ્રકમાં રહેલા સંતરા રસ્તા પર પથરાઈ ગયા હતા. ત્યારબાદ લોકોએ સંતરા લેવા માટે પડાપડી કરી હતી. આ ઘટનાની જાણ લોકોને થતાં હાઇવે પરથી પસાર થઈ રહેલા લોકો પણ પોતાના વાહનમાંથી સંતરા લૂંટવા માટે ઉતાર્યા હતા. હાઇવે પર પડેલા સંતરાને લેવા માટે લોકો રસ્તા પર આવી જતાં હાઇવે પર પાંચથી છ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો.
સંતરાના ટ્રકને આપઘાત બાદ પોલીસે મુંબઈ-અમદાવાદ નેશનલ પર પહોંચી લોકોની ભીડને ત્યાંથી દૂર કરી હતી અને ટ્રાફિકને ધીમી ગતિએ શરૂ કરી હતી. આ સાથે ક્રેન બોલાવી અકસ્માત થયેલા ટ્રકને ક્રેનની મદદથી રસ્તાની બાજુમાં મૂકી માર્ગના ટ્રાફિકને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.