આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચંદ્રપૂર પાસે પૂર ઝડપે આવતી ટ્રક રિક્ષા પર પલટી, ચારના ઘટનાસ્થળે મોત

ચંદ્રપૂર: ચંદ્રપૂર જિલ્લામાં પૂર ઝડપે આવી રહેલ ટ્રક રિક્ષા પર પલટી જતાં ભષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા ડ્રાઇવર સહિત ચારનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે ચારે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બુધવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ચંદ્રપૂરના બલ્લારપૂર બાયપાસ માર્ગ પર બુધવારે 27મી સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે આ અકસ્માત ખયો હતો. પૂર ઝડપે આવી રહેલ ટ્રક એક રિક્ષા પર પલટી જતાં ચાર મુસાફરોનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ચારને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ છે. સંગીતા ચાહાંદે (ઉમંર 56, રહે. ગઢચિરોલી), અનુષ્કા ખેરકર (ઉંમર 22, રહે. બલ્લારપૂર), પ્રભાકર લોહે અને રિક્ષા ડ્રાઇવર ઇરફાન ખાન આ ચારનું મૃત્યુ થયું છે.

અષ્ટભુજા મંદિર પાસે આવેલ રેલવેના ઓવર બ્રીજ પરથી એક ટ્રક (એમ.એચ. 34 એમ 1817) પૂર ઝડપે આવી રહી હતી. પરંતુ ઓવર સ્પિડને કારણે ટ્રક ડ્રાઇવરનું સ્ટિયરિંગ પરનું નિયંત્રણ છૂટતા તે બાજુમાંથી પસાર થઇ રહેલ રિક્ષા (એમ એચ 34 એમ 8064) પર પલટી ગયો હતો. ટ્રક નીચે ચગદાઇ જતાં રિક્ષામાં મુસાફરી કરી રહેલ ચારે મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

દરમીયાન આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યાર બાદ પોલીસની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવાતા આખરે વાહનવ્યવહાર યથાવત થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button