આમચી મુંબઈ

બોગસ ફાર્માસિસ્ટ્સ પર લગામ મેડિકલ શરૂ કરવા પહેલા આપવી પડશે પરીક્ષા

મુંબઈ: દવાનું વેચાણ કરવા એટલે કે ફાર્માસિસ્ટ બનવા માટે દવા બનાવવા સંબંધિત અભ્યાસક્રમની ડિગ્રી મેળવવાનું અથવા ડિગ્રી કોર્સ કરવાનું ફરજિયાત હોય છે. અનેક વિદ્યાર્થી ડિગ્રી સુધી શિક્ષણ મેળવીને મહારાષ્ટ્ર રાજ્ય વ્યવસાય પરિષદ પાસે નોંધણી કરીને મેડિકલ શરૂ કરતા હોય છે, પણ હવે સંબંધિત અભ્યાસક્રમની ડિગ્રી મેળવીને પરિષદ પાસે નોંધણી કરવા માટે એક્ઝિટ પરીક્ષા આપવી ફરજિયાત રહેશે. આ પરીક્ષાને કારણે અન્ય રાજ્યમાં શિક્ષણ લઇને અથવા બોગસ પ્રમાણપત્ર લઇને અહીં મેડિકલ ખોલવાની ઘટના પર લગામ લાગશે.

દવા નિર્માણ સંબંધિત અભ્યાસક્રમ ભણીને અને ડિગ્રી મેળવીને મહારાષ્ટ્ર રાજ્ય વ્યવસાય પરિષદ પાસે નોંધણી કરીને રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ બની શકાય છે, પણ હવે બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરીને પરિષદ પાસે નોંધણી કરાવતા લોકોનું પ્રમાણ વધુ છે. તેથી રાજ્યમાં મોટા પ્રમાણમાં બોગસ ફાર્માસિસ્ટની સંખ્યામાં વધારો થયો હતો. તેથી ભારતીય ઔષધ પરિષદે હાલમાં કાઢેલા આદેશાનુસાર હવેથી ‘ડિપ્લોમા ઇન ફાર્મસી’નો અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ બનવા માટે ‘એક્ઝિટ’ પરીક્ષા આપવાનું ફરજિયાત રહેશે.

જે ઉમેદવારોએ ૨૦૨૨-૨૦૨૩ શૈક્ષણિક વર્ષમાં ડી. ફાર્મામાં પ્રવેશ મેળવ્યો હતો અને ૨૦૨૩-૨૪ શૈક્ષણિક વર્ષમાં પાસ થશે એવા ઉમેદવારોને એક્ઝિટ પરીક્ષામાં પાસ થયા વગર ફાર્માસિસ્ટ થવાશે નહીં એવું આદેશમાં જણાવાયું છે. ડી. ફાર્મમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જુલાઇથી સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન પ્રથમ એક્ઝિટ પરીક્ષા લેવામાં આવનાર છે અને પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ ભારતીય ઔષધ વ્યવસાય પરીષદ દ્વારા જણાવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button