આમચી મુંબઈ
આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે
મુંબઈ: આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતા યુગલોની સુરક્ષા માટે અને ઓનર કિલિંગ જેવા ગુનાઓને રોકવા માટે દરેક જિલ્લામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળ એક વિશેષ સેલની સ્થાપના કરવામાં આવશે. આ સાથે આ યુગલોને પોલીસ કર્મચારીઓની સુરક્ષા સાથે ઘર પણ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અથવા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ ચેમ્બરની સ્થાપના કરવામાં આવશે જેમાં આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિ લગ્નોની ફરિયાદોની નોંધ લઇ કાર્યવાહી કરવામાં આવશે, તેમ ગૃહ વિભાગના આદેશમાં જણાવાયું છે. તેમ જ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી તેમજ કોર્ટના આદેશની અમલીકરણની ત્રિમાસિક સમીક્ષા માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર હેઠળ કમિટી સ્થપાશે.