આમચી મુંબઈ

મુંબઈમાં રખડતા શ્વાન માટે શેલ્ટર હોમ બંધાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં રસ્તાઓ પર અને શેરીઓમાં રખડતા શ્વાન દ્વારા નાગરિકો પર કરવામાં આવતા હુમલાનું પ્રમાણ વધી ગયું છે, તેને કારણે બાળકોથી લઈને રસ્તા પર ચાલતા વૃદ્ધ નાગરિકો પર જોખમ વધી ગયું છે. તેથી આવા રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં રાખવા માટે તેમના માટે શેલ્ટર હોમ બાંધવાની માગણી મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને કરવામાં આવી છે.
તાજેતરમાં અમદાવાદમાં દેશની ટોચની ચા બનાવતી કંપની માલિક રખડતા શ્વાનના હુમલાથી બચવાના પ્રયાસમાં પડી જવાથી તેમને માથામાં પહોંચેલી ઈજાને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.ે મુંબઈમાં પણ રખડતા શ્વાનની વધતી વસતી અને હુમલો કરીને બચકા ભરવાના વધતા બનાવને કારણે બાળકો, વૃદ્ધો જ નહીં પણ મોડી રાતે કામ પરથી ઘરે પાછા ફરનારા નાગરિકોમાં પણ ચિંતા વધી ગઈ છે.
મળેલ માહિતી મુજબ મુંબઈમાં વર્ષમાં રખડતા શ્વાનના હુમલાના લગભગ 65,000 બનાવ નોંધાતા હોય છે. એક સર્વેક્ષણમાં 82 ટકા લોકો પર તેમના ઘરની નજીક રસ્તા પર રહેતા શ્વાનોને હુમલો કર્યો હેોવાની માહિતી બહાર આવી છે. ગયા વર્ષે આ પ્રમાણ 61 ટકા જેટલું હતું. મુંબઈમાં 67 ટકા શ્વાનનું જોખમ હોવાનું તાજેતરના સર્વેક્ષણાં જણાયું હતું.
રખડતા શ્વાનની સમસ્યા વારંવાર ઊભી થઈ હોય છે. રખડતા પાણીઓની પણ કોઈ કાળજી લેતું નથી. તેથી તેમને પણ અનેક બીમારીઓ થતી હોય છે. તેથી પોતાના નાગરિકો અને પ્રાણીઓના કલ્યાણ માટે પાલિકાએ તેમના માટે શેલ્ટર હોમ ઊભું કરવું જોઈએ એવી માગણી દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠકના સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખીને કરી છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા