મુંબઈમાં નદીની નીચે નદી બનાવવામાં આવશે! કલાઇમેન્ટ ચેન્જની આડઅસરથી શહેરને બચાવવાની યોજના | મુંબઈ સમાચાર

મુંબઈમાં નદીની નીચે નદી બનાવવામાં આવશે! કલાઇમેન્ટ ચેન્જની આડઅસરથી શહેરને બચાવવાની યોજના

મુંબઈ: મહાનગરમાં નદીઓની નીચે ભૂગર્ભ નદી બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. તાજેતરમાં જાપાનના નિષ્ણાતોની હાજરીમાં આ અંગે એક બેઠક યોજાઈ હતી. મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સફોર્મેશન (મિત્રા)ના સીઇઓએ આ માહિતી આપી હતી. મુંબઈમાં આયોજિત અર્બન ટ્રાન્સફોર્મેશન સમિટમાં એમએમઆરના વિકાસને લગતા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સામેલ હતા.

મિત્રાના સીઇઓએ જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) મહારાષ્ટ્ર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ૫૪ ટકા ફાળો આપે છે. આબોહવા પરિવર્તનના સંભવિત જોખમને કારણે આપણે સમુદ્રની સપાટીમાં વધારો થવાના સંભવિત જોખમ માટે તૈયાર રહેવાની જરૂર છે. તેથી નદીની નીચે એક નદી બનાવવાની યોજના બનાવી રહ્યા છીએ, જેમાં પાણીનો સંગ્રહ કરી શકાય. તેનો સંપૂર્ણ રોડ મેપ આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. જાપાનમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. પાલિકાના એડિશનલ કમિશનરે કહ્યું કે આ પ્લાન હજુ પ્રારંભિક તબક્કામાં છે. રિપોર્ટ તૈયાર થયા બાદ તેના તમામ પાસાઓને ધ્યાનમાં લીધા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ દરમિયાન મુંબઈના વિકાસને માત્ર જમીનના ઉપયોગ સુધી મર્યાદિત ન રાખવાની પણ જીડીપી અને પ્રતિ ચોરસ ફૂટ રોજગારને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નીતિ આયોગના સીઈઓ કહ્યું હતું કે શહેરનો દરેક સ્તરે વિકાસ થવો જોઈએ. આપણે ટકાઉ વૃદ્ધિને ધ્યાનમાં લેવી પડશે.એમએમઆરડીએ એમએમઆર વિસ્તારમાં કુલ ૧૧ ગ્રોથ સેન્ટર બનાવશે. જેમાં ઈન્ડસ્ટ્રીયલ અને ટ્રાન્સપોર્ટ હબનો પણ સમાવેશ થાય છે.

સંબંધિત લેખો

Back to top button