પોલીસ કોન્સ્ટેબલે પત્નીના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પોલીસ કોન્સ્ટેબલે પત્નીના ત્રાસથી કંટાળીને કરી આત્મહત્યા

મુંબઈ: સાયનમાં પત્નીના ત્રાસથી કંટાળીને 38 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની ઓળખ વિજય સાળુંખે તરીકે થઇ હોઇ તે શાહુનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો. તેણે સાયનના પ્રતીક્ષાનગરમાં આવેલા નિવાસસ્થાને શુક્રવારે રાતના પંખા સાથે ગળાફાંસો ખાધો હતો. એ સમયે તે ઘરમાં એકલો હતો.

આ પણ વાંચો: દેવામાં ડૂબેલા પિતાએ આત્મહત્યા કરી તો પોલીસે કન્યાદાન કર્યું

પરિવારજનો ઘરે આવ્યા બાદ વિજય સાળુંખે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જેને પગલે વડાલા ટીટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સાળુંખેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પત્નીના ત્રાસથી પોતે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી.

Back to top button