આમચી મુંબઈ

નોન-એસી ડબલડેકર બસને બેસ્ટ મ્યુઝિયમમાં રાખશે

મુંબઈ: બેસ્ટની છેલ્લા અઠવાડિયે રસ્તાઓમાંથી તબક્કાવાર હટાવવામાં આવેલ છેલ્લી આઇકોનિક નોન-એસી ડીઝલ ડબલ ડેકરમાંથી એકને આનિક ડેપો ખાતેના તેના મ્યુઝિયમમાં સાચવવાનું નક્કી કર્યું છે, જ્યારે મ્યુઝિયમ માટે ડબલ ડેકર મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બસમાંથી ફ્યુઅલ ટાંકી અને બેટરી દૂર કરવામાં આવશે અને તેના મૂળ સ્પેરપાર્ટ્સ સાથે તેને સાચવવામાં આવશે.

આ પુષ્ટિ બસ ચાહક શુભમ પડવે દ્વારા બેસ્ટ તરફથી મળેલા સત્તાવાર પત્રના સ્વરૂપમાં આવી હતી, જેમણે જૂનમાં છેલ્લું ડબલ ડેકર સાચવવાની માગણી કરી હતી. બુધવારે મળેલા પત્રમાં એક વરિષ્ઠ અધિકારીએ તેમને જાણ કરી હતી કે છેલ્લા કેટલાક ડબલ ડેકર જે ભંગાર માટે જઈ રહ્યા હતા, તેમાંથી એકને કાયમી ધોરણે જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવશે.

જ્યારે બેસ્ટના જનરલ મેનેજર વિજય સિંઘલે જણાવ્યું હતું કે તે ઘણા મુસાફરો અને બસના શોખીનોની માગ હતી. અમે મ્યુઝિયમ માટે એક બસ સાચવવાનું નક્કી કર્યું હતું કારણ કે આ જૂની બસ લોકોના દિલની ખૂબ જ નજીક હતી અને આ બસો સાથે ઘણી સારી યાદો જોડાયેલી હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં બસને સાર્વજનિક સ્થળે રાખવામાં આવી શકે છે, જેમ કે ૩૨ સીટવાળી સદી જૂની ટ્રામ બેસ્ટ સ્ટેશન નજીક ભાટિયા બાગ ખાતે જાહેર પ્રદર્શન માટે રાખવામાં આવી હતી. ડબલ ડેકરને જાળવવાના નિર્ણયને બસ ચાહકો અને આપલી બેસ્ટ જેવા કોમ્યુટર જૂથો દ્વારા આવકારવામાં આવ્યો છે, જેણે સાથે ઑનલાઇન સોશિયલ મીડિયા પ્રિર્ઝવ ડબલ ડેક્ર ઝુંબેશ ચલાવી હતી. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button