મુંબઇ: ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની આર ૨૧/ મૈટ્રિક્સ-એમ મેલેરિયા રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હૂ) દ્વારા ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ૭૫ ટકાથી વધુ અસરકારકતા ધરાવતી રસી ૨૦૨૪ના મધ્યભાગથી રૂ. ૧૭૦થી રૂ. ૩૦૦ની વચ્ચે ઉપલબ્ધ થશે. અગાઉ ૨૦૨૧માં મસ્કુરસ રસીના ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી. નવી રસી અમેરિકન ફર્મ નોવાવેક્સની સહાયક તક્નીક પર વિકસાવવામાં આવી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આવી સ્થિતિમાં નવી રસી આફ્રિકા જેવા દેશમાં અસરકારક રહેશે, જ્યાં સૌથી વધુ મૃત્યુ મલેરિયાના કારણે થાય છે.
એક વર્ષમાં ત્રણ ડોઝ પછી બૂસ્ટર શોટ તેની અસર લાંબા સમય સુધી જાળવી રાખશે. બીજાને તૈયાર કરવામાં જે સમય લાગ્યો તેનું મુખ્ય કારણ ટીબી કે એઈડ્સની સરખામણીમાં મલેરિયા જેવા રોગોની અવગણના
કરવામાં આવી રહી છે. ટીબી અને એઈડ્સની સારવાર માટે વૈશ્ર્વિક સ્તરે ભંડોળની કોઈ સમસ્યા નથી. તુલનાત્મક સ્તરે મલેરિયા નિવારણ પર વિશ્ર્વવ્યાપી સંશોધન ત્રણથી આઠ અબજ ડૉલરનો તફાવત છે. યુએસ દવા ઉત્પાદક કંપની જીએસકેની મસ્કુરસને મલેરિયા સામેની લડાઈમાં ૨૦૧૧માં મંજૂરી આપવામાં આવી હતી. જો કે માત્ર ૧,૮૦ લાખ ડોઝ જ ઉપલબ્ધ છે અને તે ૨૦૨૩ – ૨૦૨૫માં બાર આફ્રિકન દેશોમાં વિતરણ કરવામાં આવ્યું છે. ૨૦૨૧માં વૈશ્ર્વિક સ્તરે મેરિયાના અંદાજે પચ્ચીસ કરોડ કેસ નોંધાયા હતા. તેમાંથી છ લાખથી વધુ લોકોના મોત થયા હતા, જેમાંથી પાંચ લાખ એકલા આફ્રિકામાં મૃત્યુ પામ્યાં હતાં.
ભારત માટે ખૂબ જ જરૂરી
ભારતે ૨૦૩૦ સુધીમાં મલેરિયાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. નાબૂદીનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં દર વર્ષે બે કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક હાંસલ થતાં જ ઝુંબેશ વધુ મજબૂત બનશે.