માનસિક રીતે અસ્વસ્થ યુવકે બૉમ્બ બ્લાસ્ટની અફવા ફેલાવી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

માનસિક રીતે અસ્વસ્થ યુવકે બૉમ્બ બ્લાસ્ટની અફવા ફેલાવી

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ની મુંબઈની ઓફિસ સહિત ૧૧ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી આપતો ઇમેઇલ મોકલવા બદલ વડોદરાના ત્રણ જણની ધરપકડ કરાઇ હોવાની ઘટના તાજી છે ત્યાં જ માનસિક રીતે અસ્વસ્થ ૩૨ વર્ષના યુવકે મહારાષ્ટ્ર પોલીસના ક્ધટ્રોલ રૂમને કૉલ કરી મુંબઈમાં બોમ્બબ્લાસ્ટની અફવા ફેલાવી હતી. કૉલ કરનારા યુવકને પોલીસે અમરાવતીમાં ટ્રેસ કર્યો હતો, પણ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી નહોતી, એમ અમરાવતી પોલીસે કહ્યું હતું. અમરાવતીમાં રાજા પેઠ પોલીસ સ્ટેશનની હદમાં રહેનારા યુવકે શનિવારે સાંજના રાજ્ય પોલીસના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ પર કૉલ કર્યો હતો.

યુવકે દાવો કર્યો હતો કે મુંબઈમાં બોમ્બબ્લાસ્ટ થવાનો છે. જોકે બાદમાં તેણે કૉલ કટ કરી દીધો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button