આમચી મુંબઈ

મુંબઈ લોકલમાં સીટ મુદ્દે થયેલાં ઝઘડામાં પુરુષ પ્રવાસીએ કરી મહિલા સાથે મારપીટ, વીડિયો થયો વાઈરલ…

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન એવી લોકલ ટ્રેનમાં દરરોજ લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પરંતુ આ જ લોકલ ટ્રેનમાંથી ફરી એક વખત ચોંકાવનારો અને આઘાતજનક ઘટના સામે આવી છે. મુંબઈ લોકલમાં ઝઘડા એ કંઈ નવો મુદ્દો નથી, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં જનરલ કોચમાં પુરુષ પ્રવાસી મહિલા પ્રવાસી સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને પગલે લોકલ ટ્રેનમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ ઉપસ્થિત થયો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના સીએસએમટીથી અંબરનાથ માટે રવાના થનારી લોકલ ટ્રેનમાં આ ઘટના બની હતી. જનરલ કોચમાં સીટ મુદ્દે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. પુરુષ પ્રવાસી દ્વારા મહિલા પ્રવાસીને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. આ ટ્રેન કેટલા વાગ્યાની હતી એ અંગે કે આ ઘટના કયા દિવસે બની હતી એની કોઈ ચોક્કસ માહિતી સામે આવી રહી નથી.

આ પણ વાંચો: મુંબઈ લોકલમાં પ્રવાસ કરતાં પ્રવાસીઓએ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…

જનરલ કોચમાં એક પુરુષ પ્રવાસી એક મહિલા પ્રવાસી સાથે મારપીટ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિન્ડોસીટમાં પરિવારના બેઠેલા સદસ્યને મહિલા પ્રવાસીએ ગાળ આપતા પુરુષ પ્રવાસીને હેન્ડ બેગથી મારપીટ કરી હતી. વીડિયોમાં પુરુષ પ્રવાસીએ મહિલાને એવો સવાલ પણ કર્યો હતો કે તે માતા પરથી ગાળ કઈ રીતે આપી? બીજી બાજુ કોચમાં પ્રવાસ કરી રહેલાં અન્ય પ્રવાસીઓએ પુરુષને મહિલાને નહીં મારવાનું જણાવીને તેને રોકવાનો પ્રયાસ કરતાં જોવા મળે છે.

આ પણ વાંચો: મુંબઈ લોકલની ગિરદીનો વધુ એક ભોગ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં નેટિઝન્સ દોષી પુરુષ પ્રવાસી સામે કાર્યવાહી કરવી જોઈએ એવી માંગણી કરી રહ્યા છે. જનરલ કોચમાં પ્રવાસ કરતી વખતે મારપીટ થવી એ સામાન્ય બાબત છે. લેડિઝ કોચમાં બે મહિલાઓ વચ્ચે ઝઘડો કે મારામારી થઈ હોવાની અનેક ઘટનાઓ બની ચૂકી છે, પણ આ રીતે પુરુષ પ્રવાસી અને મહિલા પ્રવાસી વચ્ચે મારામારી થવી એ આઘાતજનક છે.

આ ઘટનાને કારણે મહિલા પ્રવાસીઓની સુરક્ષાનો મુદ્દો ફરી વખત ઉપસ્થિત થયો છે. આ ઘટના અંગે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં નથી આવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button