થાણેમાં મિત્રો સાથે મજાક કરતી યુવતીને મોત મળ્યું, વીડિયો વાયરલ
![A girl was killed while joking with her friends in Thane, the video went viral](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Thane-Shocking-Video.webp)
થાણેઃ મજાક મસ્તીમાં ક્યારેક જો જરાક પણ ભાન ન રહે તો જીવનું જોખમ ઊભું થાય છે અને ક્યારેક જીવ પણ જાય છે. થાણે જિલ્લામા આવી જ એક કમનસીબ ઘટના ઘટી છે. (Thane shocking video)
અહીં બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત થયું છે. આ ઘટના ડોમ્બિવલી-કલ્યાણ શીલ રોડ પર બની છે. નગીનાદેવી મંજીરામ આસુન નામની મહિલા આ બિલ્ડીંગમાં સફાઈ કામ કરતી હોવાની માહિતી મળી છે. મૃતક મહિલા તેના પરિવારના સભ્યો સાથે ટાટા નાકા પાસે રહે છે. વિસ્તારમાં રાહત અનુભવી હશે. આ મામલે માનપાડા પોલીસે ફરિયાદ નોંધી છે.
ગ્લોબ સ્ટેટ નામની બિલ્ડીંગ ડોમ્બિવલી પૂર્વ કલ્યાણ શીલ રોડવાર વિકાસ નાકા વિસ્તારમાં આવેલી છે. બિલ્ડીંગની એક ઓફિસમાં નગીનાદેવી મંજીરામ નામની મહિલા સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી.
મંગળવારે સવારે પોતાનું કામ પતાવી તે સાથી મિત્રો સાથે સીડી પાસે આવેલા કઠોળા પર બેઠી હતી અને મિત્રો સાથે વાતો કરતી મસ્તી કરતી હતી. તેની સાથે ઊભેલા એક છોકરો તેને મજાકમાં મારવા ગયો અને તેનો હાથ વાગી જતા મહિલાએ સંતુલન ગુમાવ્યું અને ક્ષણવારમાં તો તે ત્રીજા માળેથી નીચે પટકાઈ. તેની સાથે ઊભેલો બંટી નામનો છોકરો પણ પડ્યો, પરંતુ ત્યાં ઊભેલી ત્રીજી વ્યક્તિએ તેને બચાવી લીધો જ્યારે મહિલાનો જીવ ગયો. તેને સંતાનમાં બે એક દીકરો અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે.
તે જે પારી કે પેરાપીટ પર ઊભી હતી તે નીચી હતી અને તેને ભાન રહ્યું નહીં આથી તેણે સંતુલન ગુમાવ્યું અને તેનો જીવ ગયો.
Also Read –