અંધેરીમાં પાળેલો શ્ર્વાન કરડતાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અંધેરીમાં પાળેલો શ્ર્વાન કરડતાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા

મુંબઈ: અંધેરીની હાઉસિંગ સોસાયટીમાં ૧૦ વર્ષની બાળકીને જર્મન શેફર્ડ શ્ર્વાન કરડ્યો હોવાની ઘટના સામે આવી હતી. લગભગ બે કલાક ચાલેલા ઑપરેશનમાં બાળકીને ૪૫ ટાંકા આવ્યા હોવાનું કહેવાય છે.

અંધેરી પૂર્વમાં એમઆઈડીસી વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં ૨૭ નવેમ્બરે આ ઘટના બની હતી. આ પ્રકરણે બાળકીના વડીલોએ શ્ર્વાનના માલિક વિરુદ્ધ એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે બાળકી પડોશમાં રહેતી બહેનપણીને મળવા ગઈ હતી. બહેનપણીના ફ્લૅટનો દરવાજો ખુલ્લો હોવાથી શ્ર્વાન આંગળામાં જ બેઠો હતો. બાળકીને જોઈ શ્ર્વાને હુમલો કર્યો હતો. શ્ર્વાનના કરડવાથી બાળકીના ડાબા પગમાં ગંભીર ઇજા થઈ હતી.

સારવાર માટે બાળકીને પવઈની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા હાથ ધરાઈ હતી. બાળકીના વડીલોના કહેવા મુજબ ઑપરેશન પછી ૪૫ ટાંકા આવ્યા હતા. રાજ્ય સ્તરની ટાઈક્વોન્ડો ખેલાડી આ ઘટનાને કારણે બે ઈન્ટર-સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ નહીં લઈ શકે. એ સિવાય બે સપ્તાહ સુધી તે શાળામાં પણ જઈ શકે એવી સ્થિતિમાં નથી.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button