આમચી મુંબઈઇન્ટરનેશનલનેશનલ

10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ

મુંબઈ: 10 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનારી 36 વર્ષની વિદેશી મહિલાને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

વિદેશી મહિલાની ઓળખ જેકલીન મેલ્ટેઝ ટાઇજેસ તરીકે થઇ હોઇ તે બ્રાઝિલની રહેવાસી છે. આ મહિલા ગુરુવારે સાઓ પાઓલોથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી હતી. મહિલા પર શંકા જતાં ડીઆરઆઇના અધિકારીઓએ તેને આંતરી હતી. મહિલાની પૂછપરછ કરવામાં આવતાં તેણે પેટમાં ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ હોવાની કબૂલાત કરી હતી.

દરમિયાન કોર્ટની પરવાનગી બાદ મહિલાને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના પેટમાંથી 124 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી, જેમાં રૂ. 10 કરોડની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. ડ્રગ્સની દાણચોરી બદલ મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા આ ડ્રગ્સ કોને આપવા માટે મુંબઈ આવી હતી, તેની તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…