આમચી મુંબઈ

ગિરગામમાં ૧૪ માળની બિલ્ડિંગમાં આગ

પાંચ બાળક સહિત ૨૭ જણનો બચાવ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી બહુમાળીય ઈમારતમાં આગ લાગવાનું સત્ર ચાલુ જ છે. શનિવારે બપોરના ગિરગાંમમાં આવેલી એક ૧૪ માળની ઈમારતના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. આ ભીષણ આગમાં બિલ્િંડગમાંથી પાંચ નાના બાળકો, ૧૭ મહિલા સહિત પાંચ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં આ બિલ્િંડગમાં ફાયર સેફટી સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાયું હતું. તેથી બહુ જલદી ઈમારતને નોટિસ ફટકારવામાં આવશે એવું ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

ગિરગાંવમાં સિક્કા નગર, ડૉ. દેશમુખ લેન પર ગ્રાઉન્ડ પ્લસ ૧૪ માળની ગણેશકૃપા નામની બિલ્િંડગ આવેલી છે. શનિવારે બપોરના ૨.૩૦ વાગ્યાની આસપાસ સોસાયટીના ત્રીજા માળે ડકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને ક્ષણભરમાં આગ ગ્રાઉન્ડ ફ્લોરથી ૧૪ માળા સુધીના ડકમાં ફેલાઈ ગઈ હતી. એ સમયે બિલ્િંડગમાં પાંચ નાના બાળકો, ૧૭ મહિલા સહિત પાંચ પુરુષ ફસાઈ ગયા હતા.

આગ લાગ્યા બાદ ઈમારતમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. તેથી બિલ્ડિંગમાં ફસાઈ ગયેલા લોકોને બહાર નીકળવામાં અડચણ આવી હતી. બિલ્િંડગના અમુક રહેવાસીઓ બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. તો બાકીના ૨૭ લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા. એ દરમિયાન મુંબઈ ફાયરબ્રિગેડને આગની જાણ થતા જ ઘટના સ્થળે તુરંત પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આગ લાગ્યા બાદ તુરંત વીજ પુરવઠો ખંડિત કરવામાં આવ્યો હતો અને બિલ્િંડગની અંદર ફસાયેલા નાના બાળકો સહિત તમામ રહેવાસીઓને બહાર કાઢવા માટે પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે બિલ્િંડગના દાદરા તથા ટેરેસમાંથી ૨૭ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ઈમારતમાં આગ લાગ્યા બાદ તેના પર નિયંત્રણ લાવવા માટે ફાયર ફાઈટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફાયર ફાઈટિંગ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી બહુ જલદી બિલ્િંડગની સોસસાયટીને નોટિસ ફટકારવામાં આવશે.
આ દરમિયાન મોડેથી આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતામળી હતી. પરંતુ આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે એવું ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker