આમચી મુંબઈ

કબૂતરોને ચણ નાખશો તો થશે 500નો દંડ

મુંબઇ: કબૂતરોની વિષ્ટા અને પીંછામાંથી નીકળનારા ઘટકો આરોગ્ય માટે હાનિકારક હોવાના સંકેત હેલ્થ એક્સપર્ટે આપ્યા છે. આ વાતને ધ્યાનમાં લઇ મુંબઇગરાના સારા આરોગ્ય માટે હવે કૂબતરોને ચણ નાંખનારાઓ પર ક્લિનઅપ માર્શલની ચાંપતી નજર હશે. જો ચણ નાંખતા ઝડપાયા તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.
મુંબઇમાં ભુલેશ્વર, દાદર, માહીમ, ફોર્ટ, માટુંગા વેગેર વિસ્તારોમાં ઘણાં વર્ષોથી કબૂતરખાના છે. આ સિવાય મુંબઇમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનેક સ્થળોએ ચણા, ઘઉં, દાળ જેવા ખાદ્ય પદાર્થો કબૂતરોને ચણ માટે નાંખવામાં આવે છે. મુંબઇમાં ઠેરઠેર કબૂતરખાનાઓમાં, સોસાયટીમાં અને કરિયાણાની દુકાન બહાર મોટા પ્રમાણમાં કબૂતરો દેખાય છે. કબૂતરોની વિષ્ટામાંથી નિકળનાર એસ્પરજેલિસ નામનો ઘટક ઝેરી હોવાનું હેલ્થ એક્સપર્ટ જણાવી રહ્યાં છે. આ ઘટક હવામાંથી શ્વાસ મારફતે ફેંફસામાં જતાં આરોગ્યને નૂકસાન થવાની શક્યતાઓ હોવાનો ડર વ્યક્ત કરવામાં આવ્યો છે.
કબૂતરોને કારણે થનારી બિમારીઓ રોકવા માટે મુંબઇ મહાનગર પાલિકાએ કમર કસી લીધી છે. કબૂતરોને ચણ નાંખનારાઓ સામે પાલિકાને વર્ષોથી ફરિયાદો મળી રહી છે. જોકે અત્યાર સુધી આ ફરિયાદો પર કોઇ કાર્યવાહી થઇ નહોતી. જોકે હવે પછી કબૂતરો માટે ખાદ્ય પદાર્થ નાંખવા પર કડક કાર્યવાહીનો નિર્ણય લીધો હોવાથી પાલિકાના તમામ વોર્ડમાં ક્લિનઅપ માર્શલ ફરતાં જોવા મળશે. જો કોઇ વ્યક્તિ કબૂતરોને દાણા ખવડાવતા દેખાશે તો તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.
કબૂતરની વિષ્ટાને કારણે શ્વસન સંબંધિત બિમારી થાય છે. ઉપરાંત કબૂતરની પાંખોમાંથી નિકળતી ધૂળ, પાંખો અને દુર્ગંધને કારણે પ્રદૂષણ પણ વધે છે. આ વાતની દરકાર લઇને પાલિકાએ હવે કબૂતરોને ચણ નાંખનાર પર કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ